મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

22 નવેમ્બર 2025, શનિવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે ચિંતા

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. બપોર પછી આપને રાહત રહે. વૃષભ

22 નવેમ્બર 2025, શનિવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે ચિંતા

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. બપોર પછી આપને રાહત રહે.

વૃષભ : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે. દિવસ પસાર થતો જાય તેમ આપને ઉચાટ-ઉદ્વેગ જણાય.

મિથુન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

કર્ક : સંતાનના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. મોસાળપક્ષ સાસરીપક્ષનું કામકાજ જણાય. ખર્ચ જણાય.

સિંહ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

કન્યા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ભાઈભાંડુનો સાથ રહે. તબીયતની અસ્વસ્થતા રહે.

તુલા : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ રહે. ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય. રાહત રહે.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઇ શકે.

ધન : આપના કામકાજમાં કાંઈને કાંઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. દિવસ પસાર થાય તેમ આપને શાંતિ થતી જાય.

મકર : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. તેના કામ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી આપે સાવધાની રાખવી.

કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. બપોર પછી રાહત થાય.

મીન : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે. નોકર-ચાકરવર્ગનો સાથ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો