મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શા માટે ઘરે નથી લઈ જઈ શકાતો હનુમાનજીના આ મંદિરનો પ્રસાદ? જાણો શું છે ત્યાંની માન્યતા

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અઠવાડિયાના દરેક વાર કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવેલા છે. અને ત

શા માટે ઘરે નથી લઈ જઈ શકાતો હનુમાનજીના આ મંદિરનો પ્રસાદ? જાણો શું છે ત્યાંની માન્યતા

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અઠવાડિયાના દરેક વાર કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવેલા છે. અને તેમાં શનિવાર હનુમાનજીનો વાર કહેવાય છે, હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે હનુમાન અને શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આજે તમને હનુમાનજીના સુપ્રસિદ્ધ મહેંદીપુર બાલાજી મંદિરનો મહિમા વિશે વાત કરવાના છીએ.

આ મંદિર રાજસ્થાનના સિકરાયમાં આવેલું છે, અહીં દર વર્ષે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. આ મંદિરની માન્યતા એવી છે કે, અહીં હનુમાનજીના દર્શન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ મંદિરમાં પ્રસાદ ધરાવીને ઘરે લઈ જવાની મનાઈ છે. આવો જાણીએ કે, મંદિરનો પ્રસાદ કેમ ઘરે લાવી નથી શકાતો.       

કેમ ઘરે નથી લાવી શકાતો પ્રસાદ

મહેંદીપુર બાલાજીનું મંદિર દૌસાના બે પહાડો વચ્ચે આવેલું છે. આ મંદિરની અંદર બાલાજી હનુમાન અને ભૈરવનાથ બિરાજમાન છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ મંદિરમાં પુજા પાઠ કરવાથી ભૂત પ્રેત જેવી સમસ્યામાંથી છૂટકારો મળે છે. તેના કારણે અહીં ધરાવેલ પ્રસાદ કે ખાવા પીવાની કોઈ પણ ચીજ વસ્તુ ઘરે લઈ જઈ શકાતા નથી. આ મંદિરમાં ફક્ત પ્રસાદ અર્પણ જ કરી શકાય છે, અને પ્રસાદ આપણે ખાઈ પણ શકતા નથી. માન્યતા પ્રમાણે, ભૂલથી પણ આ મંદિરનો પ્રસાદ કે અન્ય ચીજ વસ્તુ ઘરે લઈ જવામાં આવે તો તે વ્યક્તિ પર ભૂત પ્રેત અથવા નકારાત્મક શક્તિની અસર થઈ શકે છે..

આ પણ વાંચો: આવતી કાલથી આ રાશિના જાતકો રાજા જેમ જીવન જીવશે, શનિદેવના આશીર્વાદથી થશે લાભ 

મહેંદીપુર બાલાજી મંદિર વિશે કેટલીક વિશેષ માહિતી

મહેંદીપુર બાલાજી મંદિરમાં બાલ સ્વરૂપે હનુમાનજી બિરાજમાન છે. તેની સામે ભગવાન રામ અને માતા સિતા બિરાજેલા છે. 

આ મંદિરમાં જવા માટે આઠ દિવસ પહેલાથી જ ડુંગળી, લસણ, નોન વેજ તેમજ મદિરાપાનનું સેવન બંધ કરવું પડે છે. મહેંદીપુર બાલાજીના દર્શન કર્યા બાદ ભગવાન રામ અને માતા સીતાના અવશ્ય દર્શન કરવા જોઈએ.

મંદિરમાં આરતી દરમિયાન પાછળથી કોઈ અવાજ આવે તો તે અવાજની દિશામાં પાછળ કે આજુ બાજુ ભૂલથી પણ જોવું ન જોઈએ. મહેંદીપુર બાલાજીની આરતી સમયે તમારે માત્ર આરતીમાં મગ્ન રહેવું, અને આગળની તરફ જ ધ્યાન રાખવું. 

ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો