Dashera 2025: 1 કે 2 ઓકટોબર, ક્યારે છે દશેરા? જાણો રાવણ દહનના શુભ મુહૂર્ત
દર વર્ષે દશેરા આસો માસની શુક્લ પક્ષની દશમ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરા 2 ઓક્ટોબર, ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે.

દર વર્ષે દશેરા આસો માસની શુક્લ પક્ષની દશમ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરા 2 ઓક્ટોબર, ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે. દશેરાને વિજયાદશમીના નામથી પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દશેરાના દિવસે જ ભગવાન રામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. દશેરાનો અર્થ "દસ" અને "હરા" થાય છે, અર્થાત આ દિવસે દસ માથાવાળા રાવણનો પરાજય થયો હતો, તેથી આ ઉત્સવનું નામ દશેરા પડ્યું. પરંપરા અનુસાર, આ દિવસે ભગવાન રામે લંકાના રાજા રાવણને હરાવ્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કર્યા હતા. ત્યારથી લઈને આજ સુધી ઠેર-ઠેર રાવણ, કુંભકરણ અને મેઘનાથના પૂતળાઓ સળગાવવામાં આવે છે.
આ દિવસે નવરાત્રીનું સમાપન થતું હોય છે, પરંતુ સંયોગથી આ વર્ષે નવરાત્રીનો તહેવાર 9 દિવસને બદલે 10 દિવસ ચાલશે, અને દશેરા દસમા દિવસની રાતથી લઈ 11માં દિવસની રાત્રિ સુધી ચાલશે. આ દિવસે દેવી દુર્ગાની મૂર્તિનું વિસર્જન પણ થાય છે.
દશેરા 2025, શુભ મુહૂર્ત અને તિથિ
આ વર્ષે આસો મહિનાની દશમ તિથિ 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે. આનો અર્થ એ થયો કે ઉદય તિથિ અનુસાર, વિજયાદશમી 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
દશેરા 2025 પૂજન મુહૂર્ત
દશેરાના દિવસે એટલે કે 2 ઓક્ટોબરે પૂજા કરવાનો શુભ સમય બપોરે 2:09થી 2:56 વાગ્યા સુધીનો રહેશે. જેનો કુલ સમય 47 મિનિટ રહેશે. આ દરમિયાન તમે દશેરાની પૂજા કરી શકો છો. સાથે બપોરની પૂજાનો સમય બપોર 1 વાગ્યાને 21 મિનિટથી લઈને બપોર 3 વાગ્યાને 44 મિનિટ સુધી રહેશે . આ દરમિયાન તમે દશેરાની પૂજા કરી શકો છો.
દશેરા પર રાવણ દહનના શુભ મુહૂર્ત
વિજયાદશમીના દિવસે રાવણ દહન હંમેશા પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. પ્રદોષ કાળનો સામે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. આ દિવસે સૂર્યાસ્તનો સમય સાંજે 6 વાગ્યાને 50 મિનિટથી શરૂ થશે અને આ પછી રાવણ દહન પણ શરૂ થશે.
દશેરાના દિવસે કોની પૂજા થાય છે?
દશેરા પર શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. દશેરા પર મહિષાસુરનો નાશ કરનારી દેવી દુર્ગાની પૂજા કરીને તમે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. એવું માનવામાં આવે છે કે દશેરા પર નવું કાર્ય પણ શરૂ કરી શકાય છે. સાથે જ દશેરા પર નવગ્રહોને નિયંત્રિત કરવા માટે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાનું પણ ખાસ મહત્ત્વનું માનવામાં આવે છે.
જો તમને પણ ભગવાન રામ અને મા દુર્ગાની પૂજા કરો છો, તો જીવનમાં દરેક સંકટો દૂર થઈ શકે છે. પૂજા બાદ કળશમાં રહેલું જળ દરેક જગ્યા એ છટવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થઈ જાય છે. જે જગ્યા એ નવરાત્રીમાં પૂજા કરી હોય ત્યાં રાત દરમિયાન એક દીવો જરૂર સળગાવવો જોઈએ જેથી ત્યાં ઉર્જા અખંડ રહે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








