મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Weekly Horoscope: કેવું પસાર થશે તમારું અઠવાડિયું? જાણો કોને થશે લાભ અને કોણે રાખવી જોઈએ તકેદારી

આજથી મે મહિનાનું ત્રીજુ સપ્તાહ (19 મેથી 25 મે, 2025) શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય

Weekly Horoscope: કેવું પસાર થશે તમારું અઠવાડિયું? જાણો કોને થશે લાભ અને કોણે રાખવી જોઈએ તકેદારી

આજથી મે મહિનાનું ત્રીજુ સપ્તાહ (19 મેથી 25 મે, 2025) શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના મતે કર્ક રાશિના લોકોએ વાહન ધીમે ચલાવવું, અર્થહીન વાર્તાલાપથી દૂર રહેવું. તો કન્યા રાશિના જાતકોએ કામકાજમાં વધુ ચોકસાઈ રાખવી હિતાવહ છે. વૃશ્ચિક રાશિવાળાએ કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું, શાંતિથી સમય પસાર કરવો. જ્યારે મકર રાશિવાળાએ કોઈપણ જાતની ખટપટથી બચવું હિતાવહ છે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.

મેષ રાશિ

વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.

વૃષભ રાશિ 

તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે તેમજ તમને અન્યને કામ સોંપવાનું મન થાય તેવું બની શકે છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઈતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મિથુન રાશિ 

કામકાજમાં સમય વધુ પસાર થાય પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે, તેનો સંતોષ પણ જોવા મળે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.

કર્ક રાશિ 

તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, ખટપટી લોકો કાબુમાં રહે તેવું બની શકે છે તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, અર્થહીન વાર્તાલાપથી દુર રહેવું.

સિંહ રાશિ

લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે.

કન્યા રાશિ

તમારે કામકાજમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ દ્વિધા ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.

તુલા રાશિ

કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિથી સમય પસાર કરવો.

ધન રાશિ

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો, તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન, મન, ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે.

મકર રાશિ

તમારે ખટપટથી બચવું જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખી શકાય અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કુંભ રાશિ

તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે.

મીન રાશિ

સારા પરિવર્તનના યોગ બની શકે છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.

આ સમાચાર શેર કરો