મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ 5 રાશિના લોકોના જીવનમાં દુ:ખનો પહાડ તૂટશે, સચાવશે આર્થિક તંગી

ધન, વ્યવસાય, વાણી અને બુદ્ધિનો સૂચક ગ્રહ બુધ રવિવારે (18 મે,2025)થી મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે, જેની નકારાત્મક અસર 5

આ 5 રાશિના લોકોના જીવનમાં દુ:ખનો પહાડ તૂટશે,  સચાવશે આર્થિક તંગી

ધન, વ્યવસાય, વાણી અને બુદ્ધિનો સૂચક ગ્રહ બુધ રવિવારે (18 મે,2025)થી મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે, જેની નકારાત્મક અસર 5 રાશિના લોકો પર પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધનું અસ્ત તમામ રાશિઓ પર અસર કરશે. બુધ 10 જૂન સુધી અસ્ત રહેશે અને આ સમય દરમિયાન 5 રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. નહીંતર આ 22 દિવસ ખૂબ જ મુશ્કેલ પસાર થશે.

મેષ

મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ. શત્રુઓ તમને પરેશાન કરી શકે છે. કારકિર્દીમાં મુશ્કેલીઓ આવી શકે છે અને સ્વાસ્થ્ય બગડી શકે છે.

મિથુન

મિથુન રાશિનો સ્વામી બુધ છે અને તેનું અસ્ત થવું મિથુન રાશિના લોકો માટે સારી ન કહી શકાય. મિથુન રાશિના જાતકોએ પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમને ચીડિયાપણું અને તણાવ થઈ શકે છે. કોઈની સાથે કારણ વગર તમારો ઝઘડો થઈ શકે છે.

કર્ક

કર્ક રાશિના લોકો માટે પણ બુધ ગ્રહ અસ્ત થવાથી નકારાત્મક પરિણામો મળી શકે છે. આ રાશિના જાતકોએ આ દરમિયાન રોકાણ કરવાનું ટાળવું, નહીંતર પૈસા ફસાઈ શકે છે. ભાગીદારીના કામમાં નુકસાન થઈ શકે છે અથવા કામ અટકી શકે છે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે બુધ ગ્રહ અસ્તમાં થવાથી નોકરી અને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે તેમજ તણાવ વધી શકે છે. તેથી, સમજી-વિચારીને નિર્ણય લેવો.

મકર

બુધ ગ્રહ અસ્ત સ્થિતિમાં હોવાથી મકર રાશિના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. રોકાણ માટે આ સારો સમય નથી.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો