મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Weekly Horoscope: 23થી 29 જૂન, 2025 સુધીનું સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે તમારુ આ અઠવાડિયું

જૂન મહિનાનું ચોથું સપ્તાહ આજથી (23 જૂનથી 29 જૂન 2025) શરૂ થઈ રહ્યું છે, આ સપ્તાહ તમારા માટે કેવું

Weekly Horoscope: 23થી 29 જૂન, 2025 સુધીનું સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે તમારુ આ અઠવાડિયું

જૂન મહિનાનું ચોથું સપ્તાહ આજથી (23 જૂનથી 29 જૂન 2025) શરૂ થઈ રહ્યું છે, આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે, ગ્રહ-નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે, આ સપ્તાહે કર્ક રાશિના જાતકો માટે સારા પરિવર્તનના યોગ બની રહ્યા છે. જ્યારે સિંહ રાશિના જાતકો માટે કોઈ નવું આયોજન સંભવિત બની શકે છે. બીજી તરફ, વૃશ્ચિક રાશિવાળાએ ખટપટથી દૂર રહેવું હિતાવહ છે અને મીન રાશિવાળાએ કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, ચાલો નજર કરીએ આ સપ્તાહના સાપ્તાહિક રાશિફળ પર.

મેષ રાશિ : 

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે, તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે.

વૃષભ રાશિ : 

તમારે ઉશ્કેરાટથી બચવું. કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

મિથુન રાશિ : 

તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે.

કર્ક રાશિ : 

સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે.

સિંહ રાશિ :

વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.

કન્યા રાશિ : 

તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે. તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઈતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

તુલા રાશિ : 

વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.

વૃશ્ચિક રાશિ : 

તમારા કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે, તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથી દુર રહેવું.

ધન રાશિ : 

તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.

મકર રાશિ : 

તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો. તેમજ ધીરજ રાખવી ઇચ્છનીય છે, ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.

કુંભ રાશિ : 

કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

મીન રાશિ : 

તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

આ સમાચાર શેર કરો