મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વ્યવસાયમાં સફળતા માટે લીંબુના આ કરો ઉપાય, હનુમાનજી પણ થશે પ્રસન્ન

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક તરી

વ્યવસાયમાં સફળતા માટે લીંબુના આ કરો ઉપાય, હનુમાનજી પણ થશે પ્રસન્ન

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક  તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં રામ ભક્ત હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમને આર્શીવાદ આપે છે. 

લીંબુના આ ઉપાય મંગળવારે કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો. આ પછી, હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો.  એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો.  ત્યારબાદ  ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  આમ કરવાથી રોજગારીની શક્યતાઓ ઊભી થાય છે. નોકરીના ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. 

ધંધાના સ્થળ પર લીંબુનો આ ઉપાય કરો 

જો ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો. દર મંગળવારે આ ઉપાય કરવો જોઈએ.  આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે.  દર મંગળવારના દિવસે તમે આમ કરી શકો છો.  

જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર 7 વાર ફેરવો. ત્યારબાદ લીંબુના બે ટુકડા કરો, કોઈપણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ. સીધા ઘર તરફ ચાલવું જોઈએ. 

મંગળવાર અને શનિવારે હનુમાનજીને ઘી સાથે સિંદૂર ચઢાવવાથી તમને ભગવાન શ્રી રામની કૃપા મળે છે અને તમારા ખરાબ કાર્યો દૂર થાય છે. મંગળવારે વ્રત રાખી સિંદૂરથી હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગલ દોષ શાંત થાય છે. કહેવાય છે કે સિંદૂરની સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો