4 માર્ચ 2025, મંગળવારનું રાશિફળ, આ રાશિનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે
મેષ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. અગત્યના નિર્ણય લઇ શકાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન મુલાક

મેષ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. અગત્યના નિર્ણય લઇ શકાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન મુલાકાતથી આનંદ રહે.
વૃષભ : રાજકીય સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં રૂકાવટ રહે.
મિથુન : સીઝનલ ધંધામાં આપને લાભ ફાયદો જણાય. પરદેશના કામ અંગેની મિલન મુલાકાત થઇ શકે. સંતાનના કામમાં વ્યસ્ત રહો.
કર્ક : આપના કાર્યની સાથે મિત્રવર્ગ સગા સંબંધી વર્ગ ઘર-પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવે.
સિંહ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સાનુકુળતા રહે.
કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ખર્ચ જણાય.
તુલા : આપના કાર્યથી સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેવાથી કામનો ઉકેલ આવતો જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય.
મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
કુંભ : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ અંગે વ્યસ્તતા રહે.
મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવવાથી આવક જણાય.








