રક્ષાબંધનની આ શ્રાવણ પૂનમ છે વિશેષ, ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે, જાણો સ્નાન-દાનનો મહિમા
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસની પૂનમનું અત્યંત મહત્ત્વ છે. આ દિવસે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસની પૂનમનું અત્યંત મહત્ત્વ છે. આ દિવસે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, ચંદ્રદેવ અને ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસની પૂનમ 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેની સાથે જ જીવનમાં શુભ સંકેતોનું આગમન પણ થાય છે.
પૂનમે શું કરશો?
શ્રાવણ માસની પૂનમ અર્થાત રક્ષાબંધનના દિવસે સૌ પ્રથમ વહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ જળનું દાન કરવું જોઈએ અને ચંદ્રને પણ જળ અર્પણ કરવું જોઈએ, કારણ કે તેના વિના પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થતું નથી, આ દિવસે દાન કરવાનો પણ મહિમા છે. તો ચાલો જાણીએ શુભ સમય...
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ 19 ઓગસ્ટ 2024ના રોજ આવી રહી છે. તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.43 કલાકે શરૂ થશે અને 11:55 વાગ્યા સુધી માન્ય રહેશે. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ તિથિ પર બને તેટલી પૂજા કરવાનો પ્રયાસ કરો.
શ્રાવણની પૂર્ણિમા 2024 શુભ યોગ
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ દિવસે સ્નાન કરવાનો શુભ સમય બ્રહ્મ મુહૂર્તમાં સવારે 04.25 થી 05.09 સુધીનો રહેશે. આ સાથે સવારે 05:53 થી 08:10 સુધી સ્નાન પણ કરી શકાય છે. આ સિવાય આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 01:53 થી 08:10 સુધીનો રહેશે.
આ શ્રાવણ માસની પૂનમે ખાસ ખગોળીય ઘટના પણ બનવાની છે. 19 ઓગસ્ટની રાત્રે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે. બ્લૂ મૂનનો શુભ યોગ દેખાવાનો છે. બ્લૂ મૂન અર્થાત આ દિવસે ચંદ્ર અન્ય દિવસોની તુલનાએ સૌથી વધુ મોટો અને તેજસ્વી દેખાશે. આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે. ચંદ્રનો સ્વામી શિવ અને કુંભ રાશિનો સ્વામી શનિદેવ હોવાથી ઘણી રાશિને લાભ થવાનો સંકેત છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








