મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કર્ક રાશિના જાતકોના અગત્યના કામકાજનો આવશે ઉકેલ, જાણો તમારું 18 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્ર વર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને

કર્ક રાશિના જાતકોના અગત્યના કામકાજનો આવશે ઉકેલ,  જાણો તમારું 18 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્ર વર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને દોડધામ શ્રમ રહે.

વૃષભ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. કામનો ઉકેલ આવે.

મિથુન : તબીયતની અસ્વસ્થતાને લીધે બેચેની વ્યગ્રતા અનુભવ્યા કરો. વાહન ચલાવવામાં આપે ઉતાવળ કરવી નહીં.

કર્ક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન મુલાકાત થઇ શકે.  

સિંહ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય.

કન્યા : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી ધંધામાં લાભ થાય.

તુલા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ રહે.

ધન : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. લાભ ફાયદો થાય.

મકર : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.

કુંભ : દિવસ દરમ્યાન ઉચાટ ઉદ્વેગ અનુભવાય. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

મીન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો જણાય.

આ સમાચાર શેર કરો