23 મેં 2026, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકો પર તૂટશે દુ:ખનો પહાડ
મેષ રાશિ મન પરેશાન રહેશે. પ્રેમમાં ગૂંગળામણ અનુભવાશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે

મેષ રાશિ
મન પરેશાન રહેશે. પ્રેમમાં ગૂંગળામણ અનુભવાશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. મહત્વપૂર્ણ નિર્ણયો અત્યારે મુલતવી રાખો, નહીંતર ખોટા નિર્ણયો લેવાઈ શકે છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય સારું છે. વ્યાપારિક દૃષ્ટિકોણથી શુભ સમય છે. સૂર્યદેવને જળ અર્પણ કરવું શુભ રહેશે.
વૃષભ રાશિ
ઘર કંકાસના સંકેત છે, તેથી શાંતિથી મામલો ઉકેલો. માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે. વ્યાપાર પણ ઠીક રહેશે. શનિદેવને પ્રણામ કરવા શુભ રહેશે.
મિથુન રાશિ
નાક, કાન અને ગળાની સમસ્યા થઈ શકે છે. પોતાના સ્વાસ્થ્ય અને પ્રિયજનોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વ્યવસાયમાં ઉતાર-ચઢાવ રહેશે. નવા વ્યાપારની શરૂઆત ન કરવી, થોડી રાહ જોવી. વ્યવસાયમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી. વ્યાપાર મધ્યમ. સ્વાસ્થ્ય સારું રહેશે. તાંબાની વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
કર્ક રાશિ
ધનહાનિના સંકેતો છે. જુગાર, સટ્ટો અને લોટરીમાં પૈસા ન લગાવવા. રોકાણ અત્યારે રોકી રાખવું. પ્રેમ અને સંતાનની સ્થિતિ ખૂબ જ સારી છે. વ્યાપાર પણ ઘણો સારો રહેશે. શિવજીનો જળાભિષેક કરવો શુભ રહેશે.
સિંહ રાશિ
ગભરામણ અને બેચેની રહેશે. સ્વાસ્થ્ય પ્રભાવિત થતું દેખાઈ રહ્યું છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે. વ્યાપાર લગભગ ઠીક રહેશે. પીળી વસ્તુ પાસે રાખવી.
કન્યા રાશિ
વધારે પડતા ખર્ચના કારણે મન પરેશાન રહેશે. વગર વિચાર્યા ખર્ચાઓ થશે. અજ્ઞાત ભય સતાવશે. માથાનો દુખાવો કે આંખની પીડા થઈ શકે છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી. વ્યાપાર ઠીક-ઠાક રહેશે. શનિદેવને પ્રણામ કરવા શુભ રહેશે.
તુલા રાશિ
આવકના નવા-નવા માર્ગો બનશે. જૂના માર્ગોથી પણ પૈસા આવશે. તેમ છતાં મન પરેશાન રહેશે. સ્વાસ્થ્ય થોડું પ્રભાવિત થતું જણાય. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે. વ્યાપાર સારો છે. સૂર્યદેવને જળ અર્પણ કરવું શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ છાતીમાં તકલીફ થઈ શકે છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી. વ્યાપાર લગભગ ઠીક છે. પીળી વસ્તુ પાસે રાખવી સારી રહેશે.
ધન રાશિ
ભાગ્ય પર ભરોસો રાખીને કોઈ કામ ન કરવું. થોડું અપમાનિત થવાનો ભય રહેશે. યાત્રા પણ કષ્ટદાયક બની શકે છે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી. વ્યાપાર ઘણો સારો. લાલ વસ્તુ પાસે રાખવી.
મકર રાશિ
ઇજા કે અકસ્માત થઈ શકે છે. કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે, વાહન ધીમે ચલાવવું. સ્વાસ્થ્ય પ્રભાવિત થતું દેખાઈ રહ્યું છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી. વ્યાપાર પણ સારો રહેશે. કાળી માતા (કાલિકા માતા) ને પ્રણામ કરવા શુભ રહેશે.
કુંભ રાશિ
પોતાના સ્વાસ્થ્ય અને જીવનસાથીના સ્વાસ્થ્ય તેમજ તેમના સાથ બંને પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી. વ્યાપાર સારો રહેશે. પ્રેમી-પ્રેમિકાની મુલાકાત કોઈ વિવાદમાં બદલાઈ શકે છે, તેથી થોડું ધ્યાન રાખવું. સૂર્યદેવને જળ અર્પણ કરવું શુભ રહેશે.
મીન રાશિ
શત્રુઓ પર તમારો દબદબો કાયમ રહેશે પરંતુ પરેશાનીઓ ચાલુ રહેશે. સ્વાસ્થ્ય થોડું પ્રભાવિત દેખાઈ રહ્યું છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે. વ્યાપાર સારો છે. તાંબાની વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








