મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

16 જૂને ચંદ્રમા-રાહુની યુતિ, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!

વૈદિક જ્યોતિષ પ્રમાણે જ્યારે પણ ચંદ્રમા અને રાહુનું ગોચર અને રાશિ પરિવર્તન થાય છે ત્યાર

16 જૂને ચંદ્રમા-રાહુની યુતિ, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!

વૈદિક જ્યોતિષ પ્રમાણે જ્યારે પણ ચંદ્રમા અને રાહુનું ગોચર અને રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની સીધી અસર દેશ-દુનિયા અને જાતકો પર પણ પડે છે. વાસ્તવમાં 16 જૂને ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રાહુ પહેલાથી જ કુંભ રાશિમાં વિરાજમાન છે. કારણ કે ચંદ્ર અને રાહુ 16 જૂને એકસાથે કુંભ રાશિમાં હશે, જેના કારણે આ બંનેની યુતિ થશે. આ યુતિથી ગ્રહણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મન અને ભાવનાઓનો કારક માનવામાં આવે છે. જ્યારે રાહુને રહસ્યમયી અને છાયા ગ્રહ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ચંદ્ર-રાહુની યુતિથી કઈ રાશિના લોકોને લાભ થશે.

મેષ રાશિ

ચંદ્રમા અને રાહુની યુતિ મેષ રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો લાવશે. તમને તમારી મનપસંદ નોકરી મળી શકે છે. આ સાથે જ તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે.

વૃષભ રાશિ 

ચંદ્રમા અને રાહુની યુતિના કારણે વૃષભ રાશિના જાતકો પોતાની કારકિર્દીમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. તમારા સીનિયર લોકો તમારી પ્રશંસા કરશે. પૈસા સંબંધિત કોઈ વ્યવહાર ન કરો. કોઈની સાથે ઝઘડો ન કરવો.

મિથુન રાશિ

ચંદ્રમા અને રાહુની યુતિથી બનવા જઈ રહેલો ગ્રહણ યોગ મિથુન રાશિના જાતકો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. નોકરી સબંધિત સમસ્યાનો અંત આવશે. નવા લોકો સાથે સબંધ સ્થાપિત થશે. ભાગ્યનો સાથ મળશે. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોની પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે. તમે તમારા વ્યાવસાયિક જીવનમાં પણ પ્રગતિ કરશો. તેમના પાર્ટનર અને પરિવારના સભ્યો સાથેના સંબંધો મજબૂત બનશે. તમને આગળ વધવાની તકો પણ મળશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો વ્યાપાર સારો ચાલશે. મહેનતની પ્રશંસા થશે. આર્થિક જીવન સારું ચાલશે. નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સૌથી વધુ ફાયદો થશે. તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો