આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો,5 નવેમ્બર 2026, ગુરૂવારનું રાશિફળ

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો,5 નવેમ્બર 2026, ગુરૂવારનું રાશિફળ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મેષ : દિવસ પસાર થતો જાય તેમ આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીનું કામકાજ રહે.
વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય.
મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે. મિત્રવર્ગની ચિંતા જણાય.
કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. બઢતી-બદલીનાં કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
તુલા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં આપે ખૂબ સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ- ગેરસમજથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના કામમાં સરળતા રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે.
કુંભ : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કામમાં સંભાળવું.
મીન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો

જાહેરાત