આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં થશે લાભ જ લાભ, 4 નવેમ્બર 2026, બુધવારનું રાશિફળ

મેષ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
મિથુન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ષનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ થઈ શકે.
કર્ક : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. કામકાજનો ઉકેલ આવતો જાય.
સિંહ : આપના અગત્યના કામ ઉકેલાવાથી આપને રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
કન્યા : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ જણાય.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ ઘર-પરિવાર - સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામ અંગે દોડધામ રહે.
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
મકર : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. તબીયતની અસ્વસ્થતા જણાય. સુસ્તી-બેચેની અનુભવાય.
કુંભ : સંસ્થાકીય કામ અંગે, જાહેરક્ષેત્રના કામ અંગે આપને દોડધામ-શ્રમ રહે. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.
મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.




