મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સોમ પ્રદોષ પર સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે આ વિધિથી કરો શિવ પૂજા; જાણો શુભ મુહૂર્ત અને ખાસ ઉપાયો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રત રાખવાથી માનસિક શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય

સોમ પ્રદોષ પર સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે આ વિધિથી કરો શિવ પૂજા; જાણો શુભ મુહૂર્ત અને ખાસ ઉપાયો
આ સમાચાર સાંભળો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રત રાખવાથી માનસિક શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વ્રત દર મહિનાની બંને પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે સોમવાર હોવાથી તેને 'સોમ પ્રદોષ' કહેવામાં આવે છે.

આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પૂજા બાદ નટરાજ સ્તુતિ અને શિવ મંત્રોનો જાપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ મહાદેવના આશીર્વાદ મેળવવાની સાચી વિધિ અને ઉપાયો.

પૂજા વિધિ

સંકલ્પ: સવારે વહેલા ઉઠી, સ્નાન કરી વ્રત રાખવાનો સંકલ્પ કરો.

અભિષેક: શક્ય હોય તો શિવ મંદિરે જઈ અથવા ઘરે શિવલિંગ પર જલાભિષેક કરો.

શુભ મુહૂર્ત: આ દિવસે પૂજા માટેનો શુભ સમય (પ્રદોષ કાળ) સાંજે 6:38 થી 8:57 વાગ્યા સુધીનો છે. આ સમયે ફરી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.

પૂજા સામગ્રી: પંચામૃત (ગંગાજળ, દૂધ, દહીં, મધ અને ઘી) થી શિવલિંગનો અભિષેક કરો. ત્યારબાદ શિવલિંગ પર બિલીપત્ર, ધતુરો, અક્ષત (ચોખા), ફૂલ અને નૈવેદ્ય (પ્રસાદ) અર્પણ કરો.

પાઠ અને આરતી: પૂજા બાદ શિવ ચાલીસાનો પાઠ અને પ્રદોષ વ્રતની કથાનું શ્રવણ કરો. અંતે ભગવાન શિવની આરતી કરી સૌને પ્રસાદ વહેંચો.

શુભ ફળ માટેના ખાસ ઉપાયો

સોમ પ્રદોષના દિવસે શિવલિંગ પર ચંદનનો લેપ, બિલીપત્ર, શેરડીનો રસ અને મધ અર્પણ કરવું જોઈએ. પ્રદોષ વ્રત દરમિયાન સંપૂર્ણ ભક્તિભાવથી આ વસ્તુઓ ચઢાવવાથી મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

નટરાજની સ્તુતિ

सत सृष्टि तांडव रचयिता
नटराज राज नमो नमः ।
हे आद्य गुरु शंकर पिता
नटराज राज नमो नमः ॥

गंभीर नाद मृदंगना
धबके उरे ब्रह्माडना ।
नित होत नाद प्रचंडना
नटराज राज नमो नमः ॥

शिर ज्ञान गंगा चंद्रमा
चिद्ब्रह्म ज्योति ललाट मां ।
विषनाग माला कंठ मां
नटराज राज नमो नमः ॥

तवशक्ति वामांगे स्थिता
हे चंद्रिका अपराजिता ।
चहु वेद गाए संहिता
नटराज राज नमोः ॥

ભગવાન શિવના મંત્રો

1. ॐ नमः शिवाय

2. ॐ नमो भगवते रूद्राय

3. ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात

4. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्

5. कर्पूरगौरं करुणावतारं
संसारसारम् भुजगेन्द्रहारम् ।
सदावसन्तं हृदयारविन्दे
भवं भवानीसहितं नमामि

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો