1 માર્ચ 2025, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં દોડધામ રહેશે
મેષ : આપના કામની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં દોડધામ-શ્રમ અનુભવાય. કોર્ટ-કચેરીના

મેષ : આપના કામની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં દોડધામ-શ્રમ અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહો.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
કર્ક : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે.
સિંહ : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને રૂકાવટ અનુભવાય.
કન્યા : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને.
તુલા : આપના કામમાં ઈર્ષ્યા કરનાર વર્ગ- હરિફવર્ગની મુશ્કેલી અનુભવાય, રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને લાભ-ફાયદો જણાય.
ધન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
મકર : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કુંભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. મિલન-મુલાકાત થાય.




