મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

 25 એપ્રિલ 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા

મેષ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચ

 25 એપ્રિલ 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા
મેષ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી જણાય.   વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.   મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન - મકાન- વાહનના કામ થઈ શકે.   કર્ક : દેશ- પરદેશના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. આપના કાર્યમાં વ્યસ્ત થતાં જાવ. ભાઈભાંડુનો સાથ મળી રહે.   સિંહ : સીઝનલ - વાયરલ બીમારીના લીધે અસ્વસ્થતા - બેચેની અનુભવાય. વાહન ચલાવતા સમયે ઉતાવળ કરવી નહીં.   કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય સરકારી કામકાજ અંગેની મુલાકાત થઈ શકે.   તુલા : આપના કાર્યની સાથે મોસાળ પક્ષ- સાસરી પક્ષના કામ અંગે દોડધામ- શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય.   વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ - આવડત - મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને લાભ-ફાયદો જણાય.   ધન : નોકરી-ધંધાના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. જમીન મકાન વાહનના કાર્યમાં આપે ઉતાવળ કરવી નહીં.   મકર : આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે.   કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.   મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

આ સમાચાર શેર કરો