આ રાશિના જાતકોએ વાદ-વિવાદ-ગેરસમજ - મનદુ:ખથી સંભાળવું, 23 નવેમ્બર 2026, સોંમવારનું રાશિફળ

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.
વૃષભ : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. કામમાં વિલંબ જણાય. વાદ-વિવાદ-ગેરસમજ - મનદુ:ખથી સંભાળવું પડે.
મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
કર્ક : જમીન-મકાન- વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા જણાય. જોકે દિવસ દરમ્યાન કામકાજ અંગે દોડધામ-શ્રમ રહ્યા કરે.
સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું આપે ધ્યાન રાખવું પડે. આકાસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
ધન : આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકરવર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપના કામની સાથે સામાજિક - વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કુટુંબ-પરિવારનો સહકાર મળી રહે.













