મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

પરિવર્તિની એકાદશી પર ભગવાન વિષ્ણુને ચઢાવો આ વસ્તુઓ, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારું ઘર

સનાતન ધર્મમાં ઘણા વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્ત્વ છે પરંતુ એકાદશીન

પરિવર્તિની એકાદશી પર ભગવાન વિષ્ણુને ચઢાવો આ વસ્તુઓ, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારું ઘર

સનાતન ધર્મમાં ઘણા વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્ત્વ છે પરંતુ એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આવતી એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે.

હિંદુ પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ પરિવર્તિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. જો આ દિવસે ભગવાનને કેટલીક વિશેષ વસ્તુઓ ચઢાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આજે અમે તમને તેના વિશે જ જમાવવા જઈ રહ્યા છીએ.

એકાદશી પર ચઢાવો આ વસ્તુઓ

પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ઘી અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાનને ઘી ચઢાવવાથી ગુરુ અને સૂર્ય બળવાન બને છે.  આ સિવાય ઘી સાથે ખાંડ મિક્સ કરીને અર્પણ કરવાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દહીં ચઢાવો.

આ કરવાથી શુભતા વધે છે અને ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. આ ઉપરાંત આ દિવસે નારિયેળ ચઢાવવાથી ધન અને સંતાનની સમૃદ્ધિ વધે છે.  પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચમેવ અર્પણ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો