Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Miraculous Remedies of Lal Kitab: Keep this small item in the treasury, will stop unnecessarily spending and will be rich

લાલ કિતાબના ચમત્કારી ઉપાય: તિજોરીમાં રાખો આ નાની વસ્તુ, અટકશે બિનજરૂરી ખર્ચ અને થશે ધનવર્ષા

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
લાલ કિતાબના ચમત્કારી ઉપાય: તિજોરીમાં રાખો આ નાની વસ્તુ, અટકશે બિનજરૂરી ખર્ચ અને થશે ધનવર્ષા
સોર્સ : gstv

સખત મહેનત કરવા છતાં પણ ઘણીવાર લોકોને અણધારી આર્થિક તંગી, પૈસાની તંગી અને સતત આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અને લાલ કિતાબના નિષ્ણાતોના મતે, ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા અથવા વાસ્તુદોષ વ્યક્તિની આર્થિક સ્થિતિને નબળી પાડી શકે છે.

જો તમે પણ નાણાભીડનો સામનો કરી રહ્યા છો અને તમામ પ્રયાસો છતાં બિનજરૂરી ખર્ચ પર અંકુશ મેળવી શકતા નથી, તો લાલ કિતાબના કેટલાક સરળ અને અચૂક ઉપાયો તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપાયો માત્ર ધનને આકર્ષિત નથી કરતા, પરંતુ ઘરમાં સ્થિર લક્ષ્મી અને બરકત જાળવવામાં પણ ઉત્તમ સાબિત થાય છે.

તિજોરીમાં ધન ટકાવી રાખવા માટે લાલ કિતાબનો ઉપાય

જો હાથમાં પૈસા ન ટકતા હોય અને સતત આર્થિક તણાવ રહેતો હોય, તો ચાંદી અને મધનો આ સરળ ઉપાય અચૂક અજમાવો:

ચાંદીનો એક નાનો, સપાટ અને સાંધા વગરનો ચોરસ ટુકડો લો.

આ ટુકડાને થોડીવાર માટે શુદ્ધ મધમાં પલાળી રાખો.

ત્યારબાદ મધમાંથી કાઢીને તેને ગંગાજળથી સાફ કરી, એક શુદ્ધ લાલ કપડામાં લપેટી લો.

હવે તેને તમારી ઘરની તિજોરી અથવા રોકડ રાખવાની પેટી (ગલ્લા)માં એવી રીતે મૂકો કે બહારની વ્યક્તિની સીધી નજર તેના પર ન પડે.

લાલ કિતાબ અનુસાર, આ ઉપાયથી આવકના નવા સ્ત્રોત ખૂલે છે, અણધાર્યા ખર્ચાઓ અટકે છે અને ધીમે-ધીમે નાણાકીય સ્થિતિ મજબૂત બને છે.

કયા દિવસે અને સમયે કરવો આ ઉપાય?

કોઈપણ જ્યોતિષીય ઉપાયનું પૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય સમયે અને વિધિસર કરવામાં આવે:

શુભ દિવસ: આ ઉપાય આમ તો કોઈપણ શુભ મુહૂર્તમાં કરી શકાય છે, પરંતુ શુક્રવારે કરવો સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ હોવાથી આ દિવસે ધન સંબંધી ઉપાયો કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

યોગ્ય સમય: આ ઉપાય સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં (દિવસ દરમિયાન) જ કરવો હિતાવહ છે. જ્યોતિષ માન્યતા અનુસાર, રાત્રે આવા ઉપાયો કરવાનું ટાળવું જોઈએ.

તિજોરી ન હોય તો પાકીટમાં પણ રાખી શકો છો

જો તિજોરીમાં આ ઉપાય કરવો શક્ય ન હોય, તો તમે તેને તમારા પાકીટ (પર્સ)માં પણ રાખી શકો છો. તેના માટે ચાંદીનો એક નાનો અને સપાટ ચોરસ ટુકડો લઈને તમારા પર્સના ગુપ્ત ખાનામાં મૂકી રાખો. ધ્યાન રહે કે પર્સ સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ અને તેમાં કોઈ એંઠી વસ્તુઓ કે બિનજરૂરી કાગળિયાં ન હોવા જોઈએ. માન્યતા મુજબ, ચાંદીનો ચોરસ ટુકડો પર્સમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા સદા જળવાઈ રહે છે અને અચાનક આવી પડતી આર્થિક કટોકટીમાંથી રાહત મળે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

App Store