આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં થશે નફો, 19 નવેમ્બર 2026, ગુરૂવારનું રાશિફળ

મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય.
વૃષભ : આપને કૌટુંબિક - પારિવારિક - સગા- સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
મિથુન : નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. મિલન-મુલાકાત થાય.
કર્ક : આપે સીઝનલ - વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
સિંહ : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કન્યા : સીઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજ - મનદુ:ખથી સંભાળવું પડે.
તુલા : આપની મહેનત- અનુભવ- આવડત - બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો આપનો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે.
ધન : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
મકર : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. ધંધામાં આવક જણાય.
કુંભ : કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આપના કાર્યમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય.
મીન : માનસિક પરિતાપ- વ્યગ્રતા અનુભવો. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય.








