મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શું લોનનું માનસિક ભારણ તમને રાત્રે ઉંઘવા નથી દેતું? જાણો લોન ચૂકવવાના શ્રેષ્ઠ દિવસ

કહેવત છે કે ચાદર હોય તેટલા પગ ફેલાવો, પરંતુ ભૌતિક સુખ-સુવિધાઓની ઈચ્છા પૂરી કરવા માટે લોકો પોતાના ઘરમાં

શું લોનનું માનસિક ભારણ તમને રાત્રે ઉંઘવા નથી દેતું?  જાણો લોન ચૂકવવાના શ્રેષ્ઠ દિવસ

કહેવત છે કે ચાદર હોય તેટલા પગ ફેલાવો, પરંતુ ભૌતિક સુખ-સુવિધાઓની ઈચ્છા પૂરી કરવા માટે લોકો પોતાના ઘરમાં ક્ષમતા કરતા વધુ વસ્તુઓ ખરીદતા રહે છે. આ બાબતમાં ઘણી વખત લોકો દેવા હેઠળ દટાઈ જાય છે.  કેટલાક લોકોને પૈસાની અછતને કારણે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  

આ સમસ્યાઓ ઘટાડવા માટે લોકો લોન ઉપર લોન લેતા રહે છે. અને એક દિવસ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે.  ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.  જેણે લોન લીધી છે તે સમયસર પૈસા પરત કરી શકે તેવી સ્થિતિમાં નથી રહેતા.

નાણાકીય સમસ્યાઓ મનુષ્યો માટે એક મોટો પડકાર

કોઈપણ વ્યક્તિના જીવનમાં કોઈપણ સમયે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.  ખાસ કરીને નાણાકીય સમસ્યાઓ મનુષ્યો માટે એક મોટો પડકાર છે.  ઘણીવાર લોકો આર્થિક સંકટને દૂર કરવા માટે લોન લે છે.  જો કે, આ વિકલ્પ લાગે છે તેટલો સરળ નથી.  લોન લેવી જેટલી સરળ છે, તેટલી જ તેને ચુકવવી મુશ્કેલ છે.  દેવાનો બોજ વ્યક્તિને નિંદ્રાહીન રાત આપે છે.  શાસ્ત્રો અનુસાર જો લોન લેવડ-દેવડમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આ બોજથી બચી શકાય છે.

કયા દિવસે લોન લેવી અને ચૂકવવી?

લોન લેવા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે બુધવારે લીધેલી લોન ચૂકવવામાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી.  તેવી જ રીતે લોનની ચુકવણી માટે શ્રેષ્ઠ દિવસ મંગળવાર છે.

દેવાથી છુટકારો મેળવવાની રીતો

જો તમારો દેવાનો બોજ વધી ગયો હોય તો રોજ લાલ મસૂર દાળનું દાન કરો. મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળનું દાન કરો.  ઘરના  મુખ્ય દરવાજાની આગળ અને પાછળની બંને બાજુ લીલા ગણપતિ મૂકો અને ઉત્તર-પૂર્વ ખૂણાને વાસ્તુ પ્રમાણે સ્વચ્છ અને સુઘડ રાખો.

દેવામાંથી જલ્દી રાહત મેળવવા માટે બુધવારે  મગને ઉકાળો.  તેમાં થોડો ગોળ અને ઘી નાખો.  તે ગાયને ખાવા માટે આપો.  આ ઉપાય દર બુધવારે નિયમિતપણે કરો.

હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરો.  મંગળવાર અને શનિવારે હનુમાનજીના ચરણોમાં તેલ અને સિંદૂર ચઢાવો.  કપાળ પર સિંદૂરનું તિલક લગાવો.  ઋણમોચન મંગલ સ્તોત્રનો નિયમિત પાઠ કરો.  શુક્લ પક્ષના બુધવારથી ગણેશસ્તોત્રનો પાઠ શરૂ કરો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો