મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

20 ડિસેમ્બર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા

મેષ: મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.

20 ડિસેમ્બર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા

મેષ: મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.

વૃષભ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહ્યા કરે, ઉદ્વેગ જણાય.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેન્કના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા જણાય. હર્ષ-લાભ રહે.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવાય. રાજકીય સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.

કન્યા : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામકાજ કરવું. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.

તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા થતાં ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય.સંતાનની ચિંતા દૂર થાય.

વૃશ્ચિક : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે.

ધન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના રૂકાવટમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.

મકર : આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું.

કુંભ : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. મિલન-મુલાકાત થાય.

મીન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

આ સમાચાર શેર કરો