મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

24 જૂન 2026, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોના યશ- પદ- ધનમાં વધારો થાય

મેષ : આપના કામમાં ધીરે- ધીરે સાનુકૂળતા થતી જાય અગત્યના કામનો ઉકેલ આવવાથી રા

24 જૂન 2026, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોના યશ- પદ- ધનમાં વધારો થાય
આ સમાચાર સાંભળો

મેષ : આપના કામમાં ધીરે- ધીરે સાનુકૂળતા થતી જાય અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય, મહત્ત્વના નિર્ણય લઈ શકાય.

વૃષભ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કોર્ટ- કચેરીના કામકાજ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ જણાય.

મિથુન : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કર્ક : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી રહ્યા કરે. આપે આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.

સિંહ : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આપને આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : બેંકના- વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સરળતા જણાય કામનો ઉકેલ આવે ધંધામાં આવક જણાય.

તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. રાજકીય- સરકારી કામકાજ થઈ શકે.

વૃશ્ચિક : કોર્ટ- કચેરીના કામકાજમાં પ્રતિકૂળતા જણાય આપે વાદ- વિવાદ- ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેવાથી કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય થઈ શકે.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક- વ્યવહારિક કામકાજ જણાય.

કુંભ : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુની ચિંતા અનુભવાય.

મીન : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો