મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

18-3-2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોના દરેક કામ ઉકેલાશે

મેષ : આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ થાય. વ

18-3-2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોના દરેક કામ ઉકેલાશે

મેષ : આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ થાય.

વૃષભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

મિથુન : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે.

કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ધીરજ રાખવી.

સિંહ : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અગત્યના કામની મુલાકાત થાય.

કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ધીરે ધીરે ઉકેલ આવતાં રાહત રહે.

તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અન્યનો સહકાર મળી રહે. આનંદ રહે.

વૃશ્ચિક : આપે બેન્કના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં હરિફવર્ગ મુશ્કેલી ઉભી કરે.

ધન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સંતાનના કામમાં વ્યસ્ત રહેવાનું બને.

મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે આપને દોડધામ-વ્યસ્તતા જણાય.

કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સાનુકૂળતા રહે.

મીન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

આ સમાચાર શેર કરો