Dhanteras 2024 : ધનતેરસ પર આ પ્રકારનો દીવો પ્રગટાવો, ટળી જશે અકાળ મૃત્યુનું ભય
દંતકથા અનુસાર, કોઈ રાજ્યમાં હેમ નામનો રાજા હતો. ભગવાનની કૃપાથી તેમને પુત્ર પ્રાપ્ત થયો. પુત્રની કુંડળીમાં લખેલું હતું ક

દંતકથા અનુસાર, કોઈ રાજ્યમાં હેમ નામનો રાજા હતો. ભગવાનની કૃપાથી તેમને પુત્ર પ્રાપ્ત થયો. પુત્રની કુંડળીમાં લખેલું હતું કે લગ્નના ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થશે. આવી સ્થિતિમાં રાજાએ તેમને એવી જગ્યાએ મોકલ્યો જ્યાં કોઈ છોકરીનો પડછાયો તેના પર ન પડી શકે, પરંતુ ત્યાં તેમણે એક રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. રિવાજ મુજબ લગ્નના ચોથા દિવસે યમરાજના દૂત રાજકુમાર પાસે આવ્યા. રાજકુમારની પત્નીએ શોક કરવાનું શરૂ કર્યું અને અકાળ મૃત્યુને ટાળવા માટે દૂતોથી બચવાનો ઉપાય જાણ્યો. દૂતોએ આ બધી વાત યમરાજને કહી. યમરાજે કહ્યું કે મૃત્યુ અનિવાર્ય છે, પરંતુ જે વ્યક્તિ ધનતેરસના દિવસે એટલે કે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે દીવો પ્રગટાવે છે તેમને અકાળ મૃત્યુથી બચાવી શકાય છે. આ કારણથી દર વર્ષે ધનતેરસના દિવસે યમનો દીપક પ્રગટાવવાની પરંપરા છે.
યમ દીપ પ્રગટાવવાની વિધિ
1. ધનતેરસના દિવસે યમનો દીપક પ્રગટાવવાની પરંપરા છે.
2. યમનો દીવો પ્રગટાવવા માટે માટીનો ચાર બાજુનો દીવો લો, તેમાં ચાર દીવા લગાડો અને તેમાં સરસવનું તેલ ભરો.
3. સાંજે પ્રદોષ કાળમાં જ્યારે પરિવારના બધા સભ્યો ઘરે આવે ત્યારે યમનો દીવો પ્રગટાવો.
4. દીવો ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખો. દીવો પ્રગટાવ્યા પછી, તેને ઘરની આસપાસ ફેરવો.
યમનો દીવો પ્રગટાવવાનું મહત્ત્વ
1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશાનો સ્વામી યમરાજ છે.
2. એક પૌરાણિક માન્યતા છે કે ધનતેરસ પર દક્ષિણ દિશામાં યમનો દીપક પ્રગટાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે.
3. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
4. યમના દીપકનું વર્ણન સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ જોવા મળે છે.
યમનો દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે:
ધનતેરસની સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજાની સાથે યમરાજને પ્રસન્ન કરવા માટે પણ પૂજા કરવામાં આવે છે. ઘરની દક્ષિણ દિશામાં ચારમુખી દીવો પ્રગટાવવામાં આવે છે. આ ચાર મુખવાળા દીવાને 'યમનો દીવો' કહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશાનો સ્વામી યમરાજ છે. પૌરાણિક માન્યતા છે કે ધનતેરસ પર દક્ષિણ દિશામાં યમનો દીપક પ્રગટાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય રહે છે.
'યમનો દીવો' આ રીતે પ્રગટાવોઃ ધનતેરસના દિવસે લોટનો ચારમુખી દીવો બનાવો અને તેમાં સરસવનું તેલ ભરો, તેમાં ચાર વાટ નાખીને ઘરની દક્ષિણ દિશા તરફ મુખ કરીને પ્રગટાવો. આ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.
ધનતેરસના દિવસે સૂર્યાસ્ત પછી સાંજે ભગવાન યમરાજ માટે દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીવાનું દાન કરવાથી ભગવાન યમદેવ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને અકાળ મૃત્યુથી બચાવે છે. ધનતેરસની સાંજે ઘરની બહાર 13 દીવા પ્રગટાવો. આને મુખ્ય પ્રવેશદ્વાર પર રાખો. તેમજ એક જૂના માટીના દીવામાં ચાર વાટ મૂકો અને તેને સરસવના તેલથી પ્રગટાવો. હવે આ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવો અને મંત્ર જાપ કરતી વખતે રાખો.
मंत्र : मृत्युना पाशहस्तेन कालेन भार्यया सह, त्रयोदश्यां दीपदानात्सूर्यज: प्रीतयामिति’
એવું કહેવાય છે કે આનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને વ્યક્તિને નરકની યાતનાઓ સહન કરવી પડતી નથી.








