મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો તમારું આજનું તારીખ 22 એપ્રિલ, 2024, સોમવારનું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધીરજ ર

જાણો તમારું આજનું તારીખ 22 એપ્રિલ, 2024, સોમવારનું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધીરજ રાખવી.

વૃષભ : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય.

મિથુન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.

કર્ક : આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. દેશ પરદેશના કામમાં સાનુકુળતા જણાય.

સિંહ : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધીમે ધીમે આપના કામનો ઉકેલ આવતો જાય.

કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામ અંગેની મિલન મુલાકાત થઇ શકે.

તુલા : કોર્ટ કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. રાજકીય સરકારી કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે.

વૃશ્ચિક : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહશે. રાહત જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

ધન : નોકરી ધંધાના કામકાજની સાથે આપે ઘર-પરિવારના સગા સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સાથ રહે.

મકર : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે.

કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સાવધાની રાખવી.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

આ સમાચાર શેર કરો