વૃષભ રાશિના જાતકોમાં આર્થિક લાભનું પ્રમાણ વધશે, જાણો તમારું 6 જાન્યુઆરીનું રાશિફળ
આજનું નક્ષત્ર:- ઉત્તરભાદ્રપદ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃતમે તમારી મહેનતથી વ્યાપારમાં સફળતા

આજનું નક્ષત્ર:- ઉત્તરભાદ્રપદ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
તમે તમારી મહેનતથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આવકના નવા માર્ગ મળશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વૃષભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
દૂધની વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
અતિ માનસિક વિચાર ના કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.
મિથુન રાશિઃ
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ભાગ્યનો સાથ સહકાર મળશે.
કાર્ય સ્થળ પર સ્ત્રીઓનું સન્માન કરવું.
જીવનસાથી દૂર રહજો.
કર્ક રાશિઃ
વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે.
જ્વેલરીના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાના ભાઈ-બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
સિંહ રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
લોહીની ઉણપ વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કન્યા રાશિઃ
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
સામાજિક કાર્ય માટે વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે.
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
તુલા રાશિઃ
તમારા આકર્ષક વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
વ્યાપારથી વિશેષ ધનલાભ થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
મિત્રો સાથે સમય છે.
વૃશ્ચિક રાશિઃ
ગૂઢ રહસ્યમય વિષય જેવા કે જ્યોતિષ શાસ્ત્રમાં રુચિ આવશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પૈતૃક સંપતિ પ્રાપ્ત થઈ શકે છે.
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે.
મોટાભાઈ બહેનોનો સાથ સહકાર મળશે.
કાપડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મકર રાશિઃ
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
કોસ્મેટીક વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
આકસ્મિક ધન હાનિ થઈ શકે છે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
મીન રાશિઃ
અતિ માનસિક વિચારોના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.








