ધનુ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો તમારું 14 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપે તન-મન-ઘનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં આપે સાચવવું. વૃષભ : આપના

મેષ : આપે તન-મન-ઘનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં આપે સાચવવું.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલી આવવાથી રાહત રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ અનુભવો.
કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સરળતા મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સાનુકૂળતા જણાય. સંતાનના કામ થાય.
સિંહ : જમીન-મકાન- વાહનની લે-વેચના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
કન્યા : આપના કાર્યમાં સહકાર્યકર- નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થાય.
વૃશ્રિક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
ઘન : રાજકીય સરકારી કામકાજમાં આપને મુશ્કેલી અનુભવાય. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે. ખર્ચ રહે.
મકર : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય.
કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધી વર્ગ- મિત્ર વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ રહે.
મીન : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુૂકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. ધંધાકીય લાભ થાય.








