મેષ રાશિના જાતકોને ધંધામાં આવક થાય, જાણો તમારું 31 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળતાં રાહત જણાય. આવક થાય. વૃષભ : આપના મહત

મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળતાં રાહત જણાય. આવક થાય.
વૃષભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. અગત્યના નિર્ણય લેવામાં સાનુકૂળતા રહે. રાજકીય-સરકારી કામ થાય.
મિથુન : રાજકીય સરકારી કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. વાદ-વિવાદ- મનદુ:ખ થઈ જાય.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પરદેશના કામ થાય.
સિંહ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. આપના કામનો ઉકેલ આવતાં રાહત થાય.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય અંગે ખર્ચ-ખરીદી જણાય. આનંદ રહે.
તુલા : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
વૃશ્ચિક : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્તતા જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મકર : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખીને કામ કરવું.
કુંભ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવ્યા કરે. માતૃપક્ષે ચિંતા-ખર્ચ અનુભવાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.








