વૃષભ રાશિના જાતકોને કામકાજમાં પ્રતિકૂળતા જણાશે, જાણો તમારું 25 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. કામનો ઉકેલ આવતા રાહત રહે મિલન-મુલાકાત થાય. વૃષભ : આપને કામકાજમાં પ

મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. કામનો ઉકેલ આવતા રાહત રહે મિલન-મુલાકાત થાય.
વૃષભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય. ધીરજ રાખવી પડે.
મિથુન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો જણાય. હર્ષ લાભ રહે.
કર્ક : આપના કાર્યથી આપે ઘર પરિવારના સગા સંબંધીવર્ગના મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવે.
સિંહ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય થઇ શકે. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સાવધાની રાખવી.
તુલા : આપના કાર્યની સાથે સંસ્થાના કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. અન્યનો સહકાર મળી રહેતાં આનંદ રહે.
વૃશ્ચિક : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. જો કે આકસ્મિક ખર્ચ-ખરિદી કરવા પડે.
ધન : આપની બુધ્ધિ મહેનત-અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા-ઓછી થતી જાય.
મકર : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
કુંભ : આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. આપના કામની કદર-પ્રશંસાથી આનંદ રહે.
મીન : આપના કાર્યની સાથે કુટુંબ-પરિવારના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.








