મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ધન રાશિના જાતકોને માનસિક પરિતાપ વ્યગ્રતા રહે, જાણો તમારું 17 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય 

-મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી પડે. વૃષભ :

ધન રાશિના જાતકોને માનસિક પરિતાપ વ્યગ્રતા રહે, જાણો તમારું 17 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય 

-મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી પડે.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

મિથુન : વિચારોની દ્વિધા અસમંજસતાના લીધે કામમાં વિલંબ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવી.


કર્ક : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. રાજકીય સરકારી કામમાં દોડધામ શ્રમ ખર્ચ જણાય.

સિંહ : મહત્ત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું.

કન્યા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

તુલા : અડોશ-પડોશમાં વાદ-વિવાદ મન દુ:ખથી સંભાળવું પડે. નોકર ચાકરવર્ગની તકલીફના લીધે કામકાજમાં રૂકાવટ રહે.

વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

ધન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણય લેવાનું મુલતવી રાખવું.

મકર : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય.

કુંભ : સીઝનલ ધંધામાં અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું. પરદેશના કામમાં રૂકાવટ જણાય.

મીન : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામનો ઉકેલ ન આવવાથી ઉચાટ ઉદ્વેગ રહે. સંતાનની ચિંતા જણાય.

આ સમાચાર શેર કરો