આ દિવસે લાગશે વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલી થશે ગ્રહણની અસર
ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્

ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી. જેના કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યોતિષમાં ગ્રહણની ઘટનાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વર્ષ 2024માં કુલ 4 ગ્રહણ થશે જેમાં 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થયું હતું. હવે ટૂંક સમયમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવાનું છે.
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ દિવસે થશે
વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થશે. ભારતીય સમય અનુસાર, તે સવારે 6:11 વાગ્યે શરૂ થશે અને સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ કુલ 4 કલાક અને 6 મિનિટ સુધી ચાલશે.
ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ યુરોપના મોટાભાગના સ્થળોમાં જેમ કે, આફ્રિકા, ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક, એન્ટાર્કટિકા જેવા એશિયાના સીમિત સ્થળોમાં દેખાશે.
શું ભારતમાં દેખાશે આ ચંદ્રગ્રહણ?
આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ મુંબઈ સહિત પશ્ચિમના કેટલાક શહેરોમાં જોઈ શકાશે. જોકે, આની શક્યતા પણ ઘણી ઓછી છે. આ પછી ચંદ્ર ક્ષિતિજની નીચે જતો રહેશે, જેના કારણે તે ભારતમાં દેખાતો બંધ થઈ જશે. 18 સપ્ટેમ્બરે થનારું આ ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ દરમિયાન ચંદ્રનો એક નાનો ભાગ જ ઊંડા પડછાયામાં પ્રવેશ કરશે. આ ગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાને કારણે તેની કોઈ અસર નહીં થાય, તેથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં.






