મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

 તુલા અને ધન રાશિને કામકાજમાં સાનુકૂળતા, જાણો આજનું તારીખ : 17 મે 2024નું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર:- પૂર્વ ફાલ્ગુની ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃવિદ્યાર્થીને અભ્યાસમાં મન

 તુલા અને ધન રાશિને કામકાજમાં સાનુકૂળતા, જાણો આજનું તારીખ : 17 મે 2024નું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર:- પૂર્વ ફાલ્ગુની 

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
 
મેષ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા આકર્ષક વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
 ભાગીદારીમાં વેપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

વૃષભ રાશિઃ  
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે. 
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે. 
આવકના માર્ગમાં વધારો થશે. 

મિથુન રાશિઃ 
સ્ત્રી વર્ગને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 

કર્ક રાશિઃ 
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો. 
આવકના નવા માર્ગ પ્રાપ્ત થશે. 
કાર્ય સ્થળ પર સ્ત્રી વર્ગની મદદ મળી રહેશે. 
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.

સિંહ રાશિઃ 
અતિ માનસિક વિચારણાના કારણે મન અશાંત રહેશે. 
કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલાં વડીલોનું માર્ગદર્શન લેવું.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
વાહન ચાલવતા સાચવવું. 

કન્યા રાશિઃ 
આપેલા નાણાં પરત મળી આવશે. 
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે. 

તુલા રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ વ્યસ્ત રહેશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

વૃશ્ચિક રાશિઃ 
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે. 

ધન રાશિઃ 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 
કાર્ય કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે. 

મકર રાશિઃ
કમ્યુનિકેશનને લગતુ કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમારા સંતાન સાથે સમયે વીતશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

કુંભ રાશિઃ 
બાકીમાં વ્યાપાર કરવો આજે હિતાવહ નથી. 
પત્રકાર વર્ગના લોકો નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે. 
આવકના માર્ગમાં વધારો થશે.

મીન રાશિઃ 
યોગ્ય માર્ગદર્શન લઇ  શેરમાં રોકાણ કરી શકો છો.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે વૈજ્ઞાનિકો થઈ શકે છે. 
વાહન ચલાવતા સાચવવું.

આ સમાચાર શેર કરો