આ રાશિઓનું ભાગ્ય ચમકશે અને પ્રતિષ્ઠામાં થશે વધારો, જાણો 16 ઓક્ટોબર, બુધવારનું રાશિફળ
આજનું નક્ષત્ર:- ઉત્તર ભાદ્રપદ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ અતિ માનસિક વિચારના

આજનું નક્ષત્ર:- ઉત્તર ભાદ્રપદ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
ધાર્મિક કાર્યમાં ધન ખર્ચનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ રાશિઃ
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
અતિ માનસિક વિચારના કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કર્ક રાશિઃ
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
સિંહ રાશિઃ
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
રેતી, સિમેન્ટના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને વધારે મહેનત કરવી પડશે.
વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિઃ
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
મિત્રો સાથે સમય વીતશે.
તુલા રાશિઃ
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
લાંબા અંદરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પરિવાર સાથે સમય વીતશે.
વૃશ્ચિક રાશિઃ
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
જીવનસાથી સાથે સમય વીતશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે.
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
ઉછીના નાણા આપવા હિતાવહ નથી.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
કોસ્મેટિક વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
પારિવારિક સુખ સારું રહેશે.
બીપીની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
મીન રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
ગૂઢ રહસ્યમય વિષય જેવા કે જ્યોતિષ વાસ્તુમાં રુચિ આવશે.
પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.








