મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ રાશિના લોકોને આવક કરતાં જાવક વધશે, જાણો તા. 11/09/2024 આજનું રાશિફળ

આજનું નક્ષત્ર: જ્યેષ્ઠા (કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃ તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમા

વૃષભ રાશિના લોકોને આવક કરતાં જાવક વધશે, જાણો તા. 11/09/2024 આજનું રાશિફળ

આજનું નક્ષત્ર: જ્યેષ્ઠા

(કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ)

મેષ રાશિઃ 

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
સંતાન સાથે સમય વીતશે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે વિજય પ્રાપ્ત કરશો. 

વૃષભ રાશિઃ 

રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 

મિથુન રાશિઃ

સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
ધાર્મિક સ્થળે મુલાકાતનું આયોજન થઈ શકે છે. 

કર્ક રાશિઃ 

દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવની સ્થિતિ રહેશે.
મિત્રોનો સાથ સહકાર મળશે. 
કમ્યુનિકેશનને લગતુ કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.

સિંહ રાશિઃ 

જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
રેતી સિમેન્ટના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

કન્યા રાશિઃ 

વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

તુલા રાશિઃ 

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ખર્ચ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ 

અધિકારી દ્વારા વિશેષ માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું. 

ધન રાશિઃ

પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્ર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે. 

મકર રાશિઃ 

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ત્વચા જન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
આપેલા નાણાં પરત મળી આવશે. 

કુંભ રાશિઃ 

ગીત સંગીત જેવા કલાત્મક વિષયમાં રુચિ આવશે.
શિક્ષક તરીકે લોકોને વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 

મીન રાશિઃ 

નવી નોકરીની તક પ્રાપ્ત થઇ શકે છે. 
વિદેશને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.

આ સમાચાર શેર કરો