ઘરમાં મંદિરમાં ફૂલો ચઢાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું, જેનો વાસ્તુશાસ્ત્રમાં પણ છે ઉલ્લેખ
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેના દ્વારા ભક્તો ભગવાન પ્રત્યેની પોતાની

હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેના દ્વારા ભક્તો ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરે છે. એવું માનવામાં આવે છે કે, સાચા હૃદયથી અને યોગ્ય રીતે પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
તે જ સમયે, વાસ્તુશાસ્ત્રમાં પૂજા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, આ નિયમોનું પાલન કરવાથી ઘરનું વાસ્તુ સારું રહે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ, કેટલીક બાબતોને લઈને લોકોમાં મૂંઝવણ પણ છે. આમાંથી એક ભગવાનને ચઢાવેલા ફૂલો વિશે છે. વાસ્તવમાં, ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે દેવી-દેવતાઓને ચઢાવેલા ફૂલો મંદિરમાંથી ક્યારે કાઢવા જોઈએ? તો આજે આપણે જાણીશું કે કયો સમય યોગ્ય રહેશે મંદીરમાં ચઢાવોલા ફૂલોને કાઢવા માટે.
મંદિરમાંથી ભગવાનને ચઢાવેલા ફૂલો ક્યારે કાઢવા જોઈએ?
પૂજા દરમિયાન, લોકો ચોક્કસપણે દેવી-દેવતાઓને ફૂલો ચઢાવે છે. પરંતુ ઘણી વખત ભક્તો આ ફૂલો કાઢવાનું ભૂલી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને તાત્કાલિક દૂર ન કરવા જોઈએ, પરંતુ દિવસ પૂરો થાય તે પહેલાં. વાસ્તુ અનુસાર, મંદિરમાં સૂકા ફૂલો રાખવા શુભ માનવામાં આવતા નથી, કારણ કે, તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. ઉપરાંત, આ ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બનાવે છે અને ઘરના લોકોમાં ચીડિયાપણું કે ગુસ્સો વધારી શકે છે. તેથી, પૂજા ઘરમાં ચઢાવવામાં આવતા ફૂલોને સમયસર દૂર કરવા જોઈએ.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
જો તમે ઘરના છોડમાંથી ફૂલો તોડીને ભગવાનને અર્પણ કરો છો, તો સૌ પ્રથમ તમારે સ્નાન કરવું જોઈએ. આ પછી ફૂલોને પાણીથી ધોઈ લો. વાસ્તુ અનુસાર, ધોયેલા ફૂલો હંમેશા ભગવાનને દાંડી બાજુથી પકડીને જ અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








