આ અઠવાડિયે કોઈ બનશે માલામાલ તો કોઈને પડશે મુશ્કેલી! વાંચો સાપ્તાહિક રાશિફળ

આ અઠવાડિયે કોઈ બનશે માલામાલ તો કોઈને પડશે મુશ્કેલી! વાંચો સાપ્તાહિક રાશિફળ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે અને તેની સાથે તમામ 12 રાશિના જાતકોના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુસાર અલગ-અલગ પરિવર્તનો જોવા મળી શકે છે. 02 નવેમ્બરથી 08 નવેમ્બર 2026 દરમિયાન કેટલીક રાશિઓ માટે સફળતા, નવા પરિચય અને પ્રગતિની તકો ઊભી થશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ કામકાજ, આર્થિક વ્યવહાર અને સંબંધોમાં ખાસ સાવચેતી રાખવી પડશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર મેષ, મિથુન, કર્ક, મકર અને વૃશ્ચિક રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન સાવધાન રહેવું પડશે. બીજી તરફ વૃષભ, સિંહ, કન્યા અને ધન રાશિના જાતકો માટે સમય સાનુકૂળ રહી શકે છે. આવો જાણીએ તમામ 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ.

મેષ (Aries)

આ સપ્તાહ દરમિયાન આપના કામકાજમાં થોડી બેદરકારી અને આળસ જોવા મળી શકે છે. મિત્રો તથા પરિચિતો સાથે વધુ સમય પસાર થાય તેવી શક્યતા છે. નવા મિત્રો બનવાની સાથે સામાજિક સંપર્કો પણ વધી શકે છે. જોકે, વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. કોઈની સાથે ખટપટ કે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.

જાહેરાત

વૃષભ (Taurus)

વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સકારાત્મક પરિવર્તનો લઈને આવી શકે છે. તમારા વિચારોમાં નવીનતા આવશે અને લોકો સાથેનો વ્યવહાર વધુ સારો બનશે. કોઈ નવું આયોજન કરવાની તક મળી શકે છે. નવી બાબતો જાણવા અને શીખવાની તક મળશે. સામાજિક કાર્યોમાં આપનું યોગદાન સારું રહેશે. નવા લોકો સાથે પરિચય વધવાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે.

મિથુન (Gemini)

આ સપ્તાહમાં કામકાજ દરમિયાન ઉતાવળ કરવાથી બચવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગી અને ચોકસાઈ જાળવવી. નાની ગેરસમજ પણ મોટું સ્વરૂપ ન ધારણ કરે તેનું ધ્યાન રાખવું. વ્યવહારુ અભિગમ અપનાવશો તો સામેની વ્યક્તિ તરફથી પણ સારો પ્રતિસાદ મળી શકે છે. ધીરજ અને સમજદારીથી દરેક આર્થિક તથા વ્યવહારિક નિર્ણય લેવો હિતાવહ રહેશે.

કર્ક (Cancer)

કર્ક રાશિના જાતકોની અંગત અને વ્યવસાયિક બાબતોને લઈને લોકો સાથે મુલાકાતો વધી શકે છે. આ કારણે સમયનો મોટો ભાગ વ્યસ્તતામાં પસાર થશે. કેટલીક વખત બિનજરૂરી દોડધામને કારણે સમયનો વ્યય પણ થઈ શકે છે. કોઈપણ કામમાં ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખવી. મુસાફરીના યોગ બની શકે છે. આ સપ્તાહ દરમિયાન ખોટા ખર્ચ થવાની પણ શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું.

સિંહ (Leo)

સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહ અને નવી તકો લઈને આવી શકે છે. વાતચીત દરમિયાન આપની વાણીનો પ્રભાવ અન્ય લોકો પર સારો રહેશે. કોઈ અગત્યની વ્યક્તિ સાથેની મુલાકાત સફળ થવાની શક્યતા છે. મુસાફરીનું આયોજન પણ બની શકે છે. નવા કામ શરૂ કરવા અથવા નવા વિચારોને અમલમાં મૂકવા માટે મનમાં ઉત્સાહ રહેશે. લોકો સાથેના વ્યવહારમાં આપની વાતનું મહત્વ વધશે.

કન્યા (Virgo)

આ સપ્તાહ દરમિયાન આપનો આત્મવિશ્વાસ અને જુસ્સો સારો રહેશે. તેની સકારાત્મક અસર આપના કામકાજ અને લોકો સાથેના વ્યવહાર પર જોવા મળશે. વ્યવહારુ અભિગમ અપનાવવાથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારી પ્રતિભા અને આવડત અન્ય લોકોનું ધ્યાન ખેંચશે. નવા લોકો સાથે ઓળખાણ થવાની અને સારી યાદગીરી સર્જાય તેવી તક મળવાની શક્યતા છે.

તુલા (Libra)

તુલા રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન વાતચીતમાં ખાસ કાળજી રાખવી પડશે. કોઈની સાથે મજાક કે હળવી વાતચીત કરતી વખતે પણ મર્યાદા જાળવવી, જેથી ગેરસમજ ઊભી ન થાય. કોઈ નવું આયોજન કરવાના વિચારો આવી શકે છે. જોકે, શારીરિક થાકની અસર વધુ અનુભવાઈ શકે છે. કામની સાથે આરામ માટે પણ સમય ફાળવવો જરૂરી રહેશે.

વૃશ્ચિક (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકોમાં આ સપ્તાહ દરમિયાન ઉત્સુકતા અને આતુરતા વધુ જોવા મળી શકે છે. નવા લોકોને મળવાની અને નવી બાબતો જાણવાની ઇચ્છા વધશે. જોકે, ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. અન્ય લોકો સાથે મતભેદ કે વિવાદ ઊભા ન થાય તે માટે શાંતિથી વાતચીત કરવી. ધીરજ અને સમજદારીથી સમય પસાર કરવો તમારા માટે હિતાવહ રહેશે.

ધન (Sagittarius)

ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહભર્યું રહી શકે છે. કામકાજ દરમિયાન સહયોગની ભાવના વધશે અને પરિચિત લોકો સાથે વધુ સમય પસાર કરવાની તક મળશે. સામાજિક પ્રવૃત્તિઓમાં આપ યથાશક્તિ તન, મન અને ધનથી યોગદાન આપી શકો છો. પોતાની પસંદગીની વસ્તુઓની ખરીદી કરવાના યોગ પણ બની શકે છે. સમગ્ર સપ્તાહ દરમિયાન ઉત્સાહ જળવાઈ રહેવાની શક્યતા છે.

મકર (Capricorn)

મકર રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન ગુસ્સા અને ઉશ્કેરાટ પર નિયંત્રણ રાખવું પડશે. વાતચીત દરમિયાન આવેશમાં આવી જવાથી અન્ય લોકો સાથે તકરાર થવાની શક્યતા છે. અંગત કામકાજમાં વધુ સમય પસાર થઈ શકે છે, જેના કારણે અન્ય કાર્યો પ્રભાવિત થાય. યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે. સપ્તાહના અંતે કામના ભારને કારણે થાક વધુ અનુભવાઈ શકે છે.

કુંભ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ પોતાની પસંદગીનાં કામ પૂર્ણ કરવા માટે અનુકૂળ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉત્સાહ સારો રહેશે અને અન્ય લોકોનો સહયોગ પણ મળી શકે છે. જોકે, અતિશય ઉત્સાહમાં આવીને ઉતાવળા નિર્ણયો ન લેવા. ફુરસદના સમયમાં આરામ કરવાની ઇચ્છા વધી શકે છે. આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થવાની શક્યતા છે.

મીન (Pisces)

મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ વાતચીત અને નવા અનુભવોનું બની શકે છે. લોકો સાથે વાર્તાલાપમાં વધુ સમય પસાર થશે. કોઈ અગત્યની ચર્ચા કે મુલાકાત થવાની શક્યતા છે, પરંતુ વાતચીત દરમિયાન સાવચેતી રાખવી જરૂરી રહેશે. નવી બાબતો જાણવાની અને શીખવાની ઉત્સુકતા વધશે. યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો તમારા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત