મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

01 ડિસેમ્બર 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં ખર્ચ અને શ્રમ જણાય

મેષ : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મ

01 ડિસેમ્બર 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં ખર્ચ અને શ્રમ જણાય

મેષ : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે.

વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર રહે.

સિંહ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

તુલા : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.

વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

ધન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.

કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ધંધામાં રાહત રહે.

મીન : આપનાં ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો