મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શું તમે પણ રસોડામાં બનાવ્યું છે પૂજા સ્થળ? તો વધી શકે છે સમસ્યા, જાણો બચવા માટે શું કરવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ઘરની એક મહત્ત્

શું તમે પણ રસોડામાં બનાવ્યું છે પૂજા સ્થળ? તો વધી શકે છે સમસ્યા, જાણો બચવા માટે શું કરવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ઘરની એક મહત્ત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે કારણ કે, આ સ્થાન દેવી અન્નપૂર્ણાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં ખોરાક તૈયાર કરવામાં આવે છે જે જીવનનો આધાર છે. પરંતુ કેટલાક લોકો ઘરમાં જગ્યાના અભાવને કારણે રસોડામાં જ પૂજા સ્થળ બનાવે છે. રસોડામાં પૂજા સ્થળ બનાવવું વાસ્તુશાસ્ત્રમાં ખોટું માનવામાં આવે છે. તેની નકારાત્મક અસર આપણાં જીવનમાં જોવા મળે છે. તો ચાલો આજે જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં પૂજા સ્થળ બનાવવું યોગ્ય છે કે નહીં.

અગ્નિ તત્વનું વર્ચસ્વ

રસોડામાં અગ્નિ તત્વનો પ્રભાવ હોય છે કારણ કે, રસોઈ કરવા માટે ગેસ, સ્ટવ અને અન્ય અગ્નિ સંબંધિત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિનો સંબંધ ઊર્જા અને ગતિ સાથે છે, જ્યારે પૂજા સ્થાનમાં શાંતિ, સૌમ્યતા અને સકારાત્મક ઊર્જા હોવી જોઈએ. અગ્નિની ઊર્જા અને પૂજા સ્થળ એકબીજા સાથે મેળ ખાતા નથી. જેના કારણે આપણાં જીવન પર તેની નકારાત્મક અસર પડે છે.

પવિત્રતા અને શુદ્ધતા

પૂજા સ્થળ હંમેશા પવિત્ર હોવું જોઈએ. રસોડામાં દરરોજ ખાદ્યપદાર્થો અને પીણાંનો વપરાશ થાય છે અને તેથી ત્યાં સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની શકે છે. રસોડામાં ગંદકી કે, તેલના ડાઘ પૂજા સ્થળની સ્વચ્છતાને અસર કરી શકે છે.

દિશાઓની અસર

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા સ્થળ હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન કોણ) હોવું જોઈએ, જ્યારે રસોડા માટે સૌથી અનુકૂળ દિશા દક્ષિણ-પૂર્વ (અગ્નિ કોણ) માનવામાં આવે છે. જો પૂજા સ્થળ રસોડામાં રાખવામાં આવે તો તે દિશાઓની વાસ્તુ વ્યવસ્થામાં ખલેલ પહોંચાડે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે.

કયા સંજોગોમાં રસોડામાં પૂજા સ્થળ બનાવી શકાય?

જગ્યાનો અભાવ

જો તમારા ઘરમાં જગ્યાનો અભાવ હોય અને પૂજા માટે કોઈ અલગ જગ્યા ઉપલબ્ધ નથી, તો તમે રસોડાના એક ખૂણામાં પૂજા માટે નાની જગ્યા બનાવી શકો છો. જોકે, આવી સ્થિતિમાં પણ વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

રસોડામાં પૂજા સ્થળ બનાવતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પૂજા સ્થળને દરરોજ સાફ રાખો અને ત્યાં તેલ, ધુમાડો કે ગંદકી એકઠી ન થવા દો.

પૂજા સ્થળની દિશા

પ્રયાસ કરો કે રસોડાની અંદર પૂજાનું સ્થાન ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ, જેથી ઉત્તર-પૂર્વ ખૂણાની સકારાત્મક ઉર્જા પૂજા સ્થાનમાં બની રહે.

એક અલગ સ્થાન

જો તમારે રસોડામાં પૂજા સ્થળ બનાવવું હોય તો તેને રસોડાના રસોઈ ભાગથી સહેજ અલગ અને ઊંચી જગ્યાએ રાખો. આનાથી પૂજા સ્થળને એક અલગ ઓળખ મળશે અને ભોજન રાંધવાથી ઉત્પન્ન થતી ઉર્જા પૂજા સ્થળને અસર કરશે નહીં.

પૂજા સ્થળ બનાવવા માટે કેટલીક વાસ્તુ ટિપ્સ

  • પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ દિશા સૌથી શુભ માનવામાં આવે છે અને ઘરની સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરે છે.
  • પૂજા સ્થળ ઊંચાઈ પર રાખવું જોઈએ. પૂજા સ્થળ જમીનથી ઉંચુ હોવું જોઈએ જેથી ત્યાંની ઉર્જા સીધી જમીનમાં ન જાય.
  • પૂજા સ્થળમાં કુદરતી પ્રકાશનો પ્રવાહ હોવો જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે.
  • જો રસોડું અને પૂજા સ્થળ એક જ રૂમમાં હોય તો તેમની વચ્ચે થોડી જગ્યા રાખવી સારી રહેશે.
  • પૂજા દરમિયાન રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. પૂજા કરતા પહેલા રસોડાનું કામ પૂરું કરીને જગ્યા સાફ કરો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો