મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Ganesh Ghaturthi 2024 : વિઘ્નહર્તાની આ રીતે કરશો પૂજા તો મળશે શીઘ્ર ફળ, જાણો ગજાનન ગણેશજીનો મહિમા

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ

Ganesh Ghaturthi 2024 : વિઘ્નહર્તાની આ રીતે કરશો પૂજા તો મળશે શીઘ્ર ફળ, જાણો ગજાનન ગણેશજીનો મહિમા

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ અને મહિમા જાણી ગણેશજીને રિઝવવા આ ચીજોના ઉપયોગથી ગણેશજીની પૂજા કરશો તો ગણેશજી જરૂર પ્રસન્ન થશે. 

ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવા માં આવે છે ગણેશ ચતુર્થી પર્વમાં ભક્તો દ્વારા ગણેશ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ગણેશ ચતુર્થીએ સ્થાપના માટેના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 7 સપ્ટેમ્બર શનિવાર સાંજે 5.37 મિનિટ સુધી જ રહેશે કારણ ત્યાં સુધી જ ચોથ તિથિ રહેશે.

શુભ મુહર્ત

સવારે 7-58થી બપોરે 9-31 મિનિટ

બપોરે 12:37 થી 2-10 સુધી તેમજ 

સાજે 3-43 થી 5-17 

ગણેશ પર્વ 10 દિવસ ઉજવાશે અને અનંત ચૌદસ 17 સપ્ટેમ્બ ના રોજ ગણેશ વિસર્જન કરાશે. આમ 10 દિવસ ગણશ જીની પૂજા અર્ચના થશે અને પછી આશીર્વાદ લઈ વિઘ્નહર્તાની વિદાય થશે. 

સતિયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય ભાદરવાની શુક્લ ચતુર્થીના દિવસે માતા પાર્વતી દ્વારા થયુ હતું. જે કાર્યના આશયથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવમાં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે. 

આથી આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્ત્વ છે ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય છે બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તોનો અનુભવ થાય છે. 

ગણેશ ચતુર્થી મહત્ત્વ આ ચાર મુખ્ય ઘટનાઓને કારણે છે અને તેથી જ ગણેશ ઉત્સવ ઉજવાય છે 

 1. ગણેશજીનું પ્રાગટ્ય માતા પાર્વતીએ આ દિવસે પોતાના શરીરના મેલ કાચી માટી અને ભગવાન શિવ દ્વારા આપેલ મંત્ર દ્વારા કર્યું હતું ભગવાન ગણેશનું પ્રથમ નામ વિનાયક હતું. 

2. કહેવાય છે કે યોગાનું યોગ આજ દિવસે વિનાયકને  ભગવાન શિવે હાથીનું મસ્તક લગાવી સજીવન કર્યા હતા અને ગણેશ નામ અપાયું હતું. 

3. ગણેશ ચતુર્થીથી ચૌદસ સુધી ૧૦ દિવસ ગણેશજીએ મહાભારત ગ્રંથની રચના વેદવ્યાસજી સાથે કરી હતી તેથી ગણેશ ઉત્સવ મનાવાય છે.

ગણેશ ચતુર્થી એ સ્થાપના કરી 

અનંત ચૌદશ સુધી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જે પૂજન અર્ચન કરે છે તેના તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દૂર થાય છે વર્ષ પરિયંત કાર્ય સફળતા મળે છે સુખ શાંતિ મળે છે. 

શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થી એ માટીના ગણપતિની સ્થાપના કરવાનો જ સાચો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. 

ગણેશ પરિવાર

પિતા- ભગવાન શિવ

માતા- ભગવતી ઉમા 

ભાઈ- શ્રી કાર્તિકેય

બહેન- ઓખા

પત્ની- ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ 

પુત્ર-  ૧. શુભ ૨. લાભ

ગણેશ જીની પત્ની કોણ હતા ?

શાસ્ત્ર અનુસાર દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજીની બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ  શ્રી ગણેશજીની પત્નીઓ છે સિદ્ધિએ લાભને અને રિદ્ધિએ શુભ ને જન્મ આપ્યો હતો. 

ગણેશ પૂજાની પ્રિય સામગ્રી

જેના દ્વારા ગણેશજીની પૂજા કરતા ગણેશજી શીઘ્ર પ્રસન્ન થાય છે

પ્રિય પ્રસાદ  (મિષ્ઠાન)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ 

પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ  ,ગુલાબ , હજારીગલ ના ગલગોટા 

પ્રિય વનસ્પતિ - દુર્વા - ધરો શમી-પત્ર

ગણેશ પૂજનમાં તુલસીનો ઉપયોગ ના કરવો

ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન ખુબ પ્રિય છે

ગણેશ સ્થાપન પાસે જળ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે 

ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે

ગણેશજીના અસ્ત્ર

પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ અને પરશુ છે ,

ગણેશજીના અન્ય શણગારમાં શંખ કમળ પુષ્પ ચક્ર ગદા અને નાગ છે. 

ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના બધાં દુ:ખો દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે.

ગણેશ પ્રિય મંત્રો 

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

ઓમ ગં ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા 

ઓમ ગ્લૌમ  ગં ગણપતયે નમઃ

ગણેશ પર્વ દરમિયાન ગણેશજીના કલ્યાણકારી ૧૨ નામ રૂપી મંત્ર જાપ નિત્ય કરવાથી વિઘ્નો દૂર રહે છે.

સુમુખ: ઓમ સુમુખાય નમઃ, એકદંત :ઓમ એકદંતાય નમઃ, કપિલ :ઓમ કપિલાય નમઃ, ગજકર્ણક: ઓમ ગજકણકાય નમઃ, લંબોદર: ઓમ લાંબોદરાય નમઃ, વિકટ: ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નહર્તા: ઓમ વિઘ્નહર્તા નમઃ, વિનાયક: ઓમ વિનાયકાય નમઃ, ધૂમ્રકેતુ: ઓમ ધુમ્રકેતવે નમઃ, ગણાધ્યક્ષ: ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ, ભાલચંદ્ર: ઓમ ભાલચંદ્રય નમઃ, ગજાનન: ઓમ ગજાનનાય નમઃ

ભગવાન ગણેશનું વાહન એકલો ઉંદર નથી મયુર અને સિંહ પણ છે  

આ અંગે ગણેશ પુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે કે તે  વિશે ગણેશ પુરાણની રોચક વાતો જણાવતા જાણીતા જ્યોતિષી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયૂર અને મૂષકને પણ શ્રી ગણેશજીનું વાહન જણાવાયાં છે કહેવાય છે કે કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે. 

જી હા દોસ્તો આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ગણેશજી દરેક યુગમાં અવતારિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે આ કળિયુગમાં પણ ગણેશજી અવતાર લેવાના છે. 

* સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે સતયુગમાં તેમનું નામ વિનાયક હતું. 

* ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા તથા ત્રણે લોકમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે

* દ્વાપરયુગમાં શ્રી ગણેશનું વાહન મૂષક હતું  તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ વાલબ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા. 

પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ હશે અને બે ભુજાઓ હશે તેમનું વાહન ઘોડો હશે તથા તેમનું નામ ધૂમ્રકેતુ હશે કળિયુગમાંથી અવતારનો સાથ આપવા અવતાર લેવાના છે અને તેમના અવતાર બાદ કળિયુગ સમાપ્ત થશે અને ફરી સતયુગ આવશે.

આ સમાચાર શેર કરો