29 એપ્રિલ 2026, બુધવારનું રાશિફળ, મહાદેવની કૃપાથી કોના માટે આવશે ખુશીના સમાચાર?
મેષ આજે તમારા અંદર પોઝિટિવ એનર્જી રહેશે અને કમાણીના નવા રસ્તા ખુલતા દેખાશે. ખોટી દિશામાં પગલું ન ભરો

મેષ
આજે તમારા અંદર પોઝિટિવ એનર્જી રહેશે અને કમાણીના નવા રસ્તા ખુલતા દેખાશે. ખોટી દિશામાં પગલું ન ભરો. મન થોડું બેચેન રહી શકે, પરંતુ મોટી કોઈ મુશ્કેલી નહીં આવે. પ્રેમ અને બાળકો સાથેની બાબતો સામાન્ય રહેશે. બિઝનેસ અને હેલ્થ સારી રહેશે. ઉપાય: લાલ રંગની વસ્તુ પાસે રાખો અને બજરંગબલીનું સ્મરણ કરો.
વૃષભ
આજે મન થોડું ચિંતિત અને બેચેન રહી શકે. બિનજરૂરી ડર લાગશે. કામમાં ઉતાર-ચઢાવ રહેશે અને સરકારી કામમાં અડચણ આવી શકે. પિતા અથવા સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે. સમય મધ્યમ છે. ઉપાય: લાલ વસ્તુનું દાન કરો.
મિથુન
હાલમાં મુસાફરી ટાળો. માત્ર નસીબ પર ભરોસો ન રાખો, મહેનત જરૂરી છે. અટકેલા પૈસા પાછા મળી શકે અને નવા આવકના રસ્તા ખુલશે. સારા સમાચાર મળી શકે. ઉપાય: બજરંગબલીને પ્રણામ કરો.
કર્ક
પરિસ્થિતિ થોડી વિપરીત લાગશે, પણ લાભ પણ મળશે. કામ મજબૂત રહેશે અને કોર્ટ કેસમાં જીત મળી શકે. હેલ્થ, પ્રેમ અને બાળકો તરફથી સપોર્ટ મળશે. ઉપાય: કાળી વસ્તુનું દાન કરો.
સિંહ
ભાગ્ય સાથ આપશે અને પ્રગતિના સંકેત છે. નોકરી અને બિઝનેસમાં વૃદ્ધિ થશે. મુસાફરીનો યોગ છે. જીવનસાથી સાથે સંબંધ પર ધ્યાન આપો. ઉપાય: સૂર્યને જળ અર્પણ કરો.
કન્યા
પૈસા સમજદારીથી ખર્ચ કરો. નુકસાન થઈ શકે છે, રોકાણ ટાળો. મોઢા અથવા દાંતની તકલીફ થઈ શકે. ઘરામાં નાના ઝઘડા થઈ શકે. ઉપાય: મા કાળી ને પ્રણામ કરો.
તુલા
સમય થોડો મુશ્કેલ રહી શકે. ઇજા અથવા મુશ્કેલીમાં ફસાવાના યોગ છે, સાવધાન રહો. દુશ્મનો સક્રિય રહેશે, પણ તમારો પ્રભાવ રહેશે. ઉપાય: શનિદેવને પ્રણામ કરો.
વૃશ્ચિક
હિંમત અને આત્મવિશ્વાસ વધશે. કામમાં સફળતા મળશે. મનમાં થોડું કન્ફ્યુઝન રહી શકે. ખર્ચ વધે તેની કાળજી લો. ઉપાય: લાલ વસ્તુનું દાન કરો.
ધન
જીવનસાથીનો સાથ મળશે અને કામમાં પ્રગતિ થશે. પરંતુ મન ચિંતિત રહી શકે. પ્રેમમાં તણાવ અને બાળકોની હેલ્થ અંગે ચિંતા રહેશે. ઉપાય: લાલ વસ્તુ પાસે રાખો.
મકર
દુશ્મનો પર જીત મળશે અને જ્ઞાનમાં વધારો થશે. વડીલોનો આશીર્વાદ મળશે. પરંતુ ઘરનું વાતાવરણ થોડું નકારાત્મક રહી શકે. ઉપાય: પીળી વસ્તુ પાસે રાખો.
કુંભ
ધન, પ્રેમ અને બાળકો બાબતે સમય સારો છે. દરેક તરફથી સપોર્ટ મળશે. ભાવનાઓ પર નિયંત્રણ રાખો. હેલ્થમાં ગળા અથવા ખભાની તકલીફ થઈ શકે. ઉપાય: કાળી વસ્તુનું દાન કરો.
મીન
થોડું સાવધાન રહેવાની જરૂર છે. સરકારી કામમાં અડચણ આવી શકે. પ્રેમ, બાળકો અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવી શકે. પરંતુ પૈસા આવશે અને પરિવાર વધશે. ઉપાય: લાલ વસ્તુ રાખો, કાળી વસ્તુનું દાન કરો અને શિવજીને જળ ચઢાવો.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








