મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

23 ફેબ્રુઆરી 2025, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

મેષ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થઈ શકે. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આનંદ રહે. વૃષભ : આપને દિ

23 ફેબ્રુઆરી 2025, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

મેષ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થઈ શકે. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આનંદ રહે.

વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જેવું રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપના કામમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું પડે.

સિંહ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતાં રાહત જણાય. વાણીની મીઠાશની કામમાં સરળતા જણાય.

કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ રહે.

તુલા : આપના કામમાં ભાઈભાંડુ વર્ગ- સગા-સંબંધી વર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ જણાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા અનુભવો.

મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

કુંભ : આપના કામમાં સરળતા થતાં કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ- મિત્ર વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ રહે.

આ સમાચાર શેર કરો