23 માર્ચ 2025, રવિવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે ચિંતા
મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતથી આનંદ થાય. વૃષભ : આપે

મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતથી આનંદ થાય.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય.
કર્ક : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. સાસરીપક્ષ મોસાળપક્ષના કામ અંગે દોડધામ શ્રમ જણાય.
સિંહ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતા રાહત અનુભવો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કન્યા : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે.
તુલા : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ મળી રહે. યાત્રા પ્રવાસ મિલન મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય. કૌટુંબિક પારિવારીક કામમાં વ્યસ્ત રહેવું પડે.
ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરાવનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.
મકર : નાણાંકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય.
કુંભ : આપના કામનો ઉકેલ આવવાથી દોડધામ શ્રમમાં ઘટાડો તાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરિતાપ ઓછા થાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ અનુભવાય.








