રવિવારે અચૂક કરો આ ઉપાય, ભરાશે ધન-સંપત્તિ સાથે સુખની તિજોરી
સૂર્યની કૃપાથી જીવનમાં સુખ-સંપત્તિ આવે છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. જી

સૂર્યની કૃપાથી જીવનમાં સુખ-સંપત્તિ આવે છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જીવનમાં સફળતા, સન્માન અને સંપત્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. અમે તમને રવિવારના દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો અને યુક્તિઓ જણાવીશું.
સૂર્યદેવને પ્રાર્થના કરો
રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી અર્ઘ્ય ચઢાવો. આ સાથે તમે સૂર્ય ભગવાનને ફૂલ, કુમકુમ, અક્ષત અને મીસરી પણ અર્પણ કરી શકો છો.
વડનું વૃક્ષ
રવિવારે વડના ઝાડનું તૂટેલું પાંદડું લાવો, એ પાન પર તમારી ઈચ્છા લખો અને વહેતા પાણીમાં તરતા મૂકો.
મંત્રનો જાપ કરવો
રવિવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ' મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ વસ્તુઓનું દાન કરો
રવિવારે ગોળ, દૂધ, ચોખા અને કપડા જેવી વસ્તુઓનું દાન કરો. તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. જેના કારણે તમને જલદી સફળતા મળશે.
ઘીના દીવા પ્રગટાવો
જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને દેવું છે, તો તમારે રવિવારે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
(ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.)








