મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ભૂલથી પણ ઘરની આ દિશામાં ન બનાવતા મંદિર, સ્ટડી રૂમ કે અન્ય વસ્તુઓ, પરેશાનીઓથી ઘેરાઈ જશે જીવન

વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું ખાસ મહત્ત્વ છે. તેથી કોઈ પણ દિશામાં વસ્તુઓ રાખતા

ભૂલથી પણ ઘરની આ દિશામાં ન બનાવતા મંદિર, સ્ટડી રૂમ કે અન્ય વસ્તુઓ, પરેશાનીઓથી ઘેરાઈ જશે જીવન

વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું ખાસ મહત્ત્વ છે. તેથી કોઈ પણ દિશામાં વસ્તુઓ રાખતા પહેલા તેની સકારાત્મકતા અને નકારાત્મકતા વિશે જરૂરથી જાણી લેવું જોઈએ. જો વાસ્તુના આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો તેની વ્યક્તિના જીવન પર ગંભીર અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ- ભૂલથી પણ કોઈની સાથે શેર ન કરતા આ વસ્તુઓ, ખુદ આપી બેસશો દુર્ભાગ્યને આમંત્રણ

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ દિશામાં ન રાખવી જોઈએ. વાસ્તુ મુજબ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં અમુક વસ્તુઓ બનાવવાથી ખરાબ અસર થાય છે. દક્ષિણ-પશ્ચિમ દિશાને રાહુ-કેતુની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે, આ દિશામાં રાખવામાં આવેલી વસ્તુઓ જીવન પર નકારાત્મક અસર કરે છે. આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ આ દિશામાં ન કરવી જોઈએ.

દક્ષિણ-પશ્ચિમ દિશા સંબંધિત નિયમો

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મંદિર કે પૂજા ઘર ન હોવું જોઈએ. આ દિશામાં પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ દિશામાં સ્થાપિત દેવી-દેવતાઓની પૂજા કરવાથી કોઈ ફળ નથી મળતું. આ દિશામાં મન એકાગ્ર નથી થતું જેના કારણે પૂજા કરવામાં મુશ્કેલી આવે છે.

  • બાળકોનો સ્ટડી રૂમ આ દિશામાં ન બનાવવો જોઈએ. આ દિશામાં મન એકાગ્ર નથી રહેતું અને મન હંમેશા ભટકતું રહે છે. આ દિશામાં ભણવાથી બાળકોને કંઈ યાદ રહેતું નથી. તેથી સ્ટડી રૂમ આ દિશામાં ન હોવો જોઈએ.

  • ગેસ્ટ રૂમ પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવો જોઈએ. વાસ્તુ અનુસાર રાહુ અને કેતુની દિશાને કારણે આ દિશામાં રહેનાર વ્યક્તિના મન અને વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે.  તેથી, આ દિશામાં ગેસ્ટ રૂમ બનાવવાનું ટાળવું જોઈએ.

  • ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં વાસ્તુ દોષ વધી શકે છે. આ દિશામાં સકારાત્મક ઉર્જા સંતુલિત રહે તે માટે આ દિશામાં ઉપરની તરફ ટાંકી બનાવો.

  • વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય શૌચાલય ન બનાવવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે અને ઘરના લોકો હંમેશા બીમાર રહે છે.

ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો