મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિના જાતકો પર તૂટી પડશે દુ:ખનો પહાડ, રાખજો ખાસ સાવધાની

હિન્દુ જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા, દંડાધિકારી અને કર્મફળદાતા કહેવામાં આવે છે. નવગ્રહોમાં શનિને વ

આ રાશિના જાતકો પર તૂટી પડશે દુ:ખનો પહાડ, રાખજો ખાસ સાવધાની

હિન્દુ જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા, દંડાધિકારી અને કર્મફળદાતા કહેવામાં આવે છે. નવગ્રહોમાં શનિને વિશેષ સ્થાન મળેલું છે. વર્તમાન સમયમાં શનિ દેવ મીન રાશિમાં વક્રી છે અને જૂન 2027 સુધી આ રાશિમાં ભ્રમણ કરશે. જ્યોતિષી ગણતરી પ્રમાણે લગભગ 138 દિવસો સુધી વક્રી ચાલ પછી શનિ 28 નવેમ્બરે માર્ગી થશે. 

શનિનું માર્ગી થવું કેટલાક જાતકો માટે શુભ અવસર લઈને આવશે, તો જે રાશિઓને હાલમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, તેઓએ વિશેષ સાવધાની રાખવાની જરુર છે. આવો જાણીએ કે, શનિ માર્ગી થવાથી કઈ રાશિઓએ સાવધાન રહેવાની જરુર છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ હાલમાં શનિની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે. શનિ માર્ગી થવાથી આ લોકોને આ સમયગાળામાં મિશ્ર પરિણામ આપી શકે છે. આ દરમિયાન કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, નહીંતર નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કાર્યસ્થળ પર સખત મહેનત કરવી પડશે. પરિવારમાં નાની મોટી વાતોમાં મતભેદ થવાની સંભાવના રહેલી છે.  

મીન રાશિ

મીન રાશિના જાતેકો માટે વર્તમાન સમય પડકારોયુક્ત કહી શકાય છે. શનિના માર્ગી થયા પછી માનસિક તણાવ, આર્થિક નુકસાન અને દેવુ વધી શકે છે. આરોગ્યને લઈને બેજવાબદારી ભારે પડી શકે છે. પારિવારિક જીવનમાં પણ મુંઝવણ ભરી સ્થિતિ પેદા થઈ શકે છે.

કુંભ રાશિ 

કુંભ રાશિવાળા જાતકો પણ શનિની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે. આર્થિક નુકસાન અને આરોગ્ય સંબંધિત સમસ્યા સામે આવી શકે છે. નોકરી કરતાં લોકોને સખત મહેનત કરવી પડી શકે છે અને વ્યાપારીઓને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરુર છે. હાલમાં પરિવારના વડીલોના આરોગ્ય અંગે વિશેષ ધ્યાન રાખવાની જરુર છે. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો