જન્મ તારીખ પ્રમાણે પસંદ કરો પર્સના રંગ, આર્થિક સંકટ દૂર થશે અને નહીં આવે ક્યારેય પૈસાની કમી
અંકશાસ્ત્ર અનુસાર, રંગો દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. ખોટા રંગની વસ્તુઓ હંમેશા તમારી

અંકશાસ્ત્ર અનુસાર, રંગો દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. ખોટા રંગની વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખવાથી નસીબનો સાથ નથી મળતો. આ સિવાય કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ અસંતુલિત થવા લાગે છે, જેના કારણે વ્યક્તિને સખત પ્રયાસ કરવા છતાં પણ જીવનમાં સફળતા નથી મળતી. આવી સ્થિતિમાં, લકી રંગનું પર્સ હંમેશા તમારી સાથે રાખવાથી તમે પૈસાની અછતથી બચી શકો છો. આજે અમને તમને જણાવી રહ્યા છીએ કે જન્મ તારીખ મુજબ તમારે કયા રંગનું પર્સ રાખવું જોઈએ, જેનાથી દેવી લક્ષ્મીની કૃપા સતત વરસતી રહે.
1, 10, 19 અથવા 28
અંકશાસ્ત્ર અનુસાર, કોઈપણ મહિનાની 01, 10, 19 અથવા 28 તારીખે જન્મેલા લોકોએ લાલ અને મરૂન રંગનું પર્સ પોતાની સાથે રાખવું જોઈએ.
2, 11, 20 અથવા 29
અંકશાસ્ત્ર અનુસાર, જો કોઈ પણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો સફેદ રંગનું પર્સ પોતાની સાથે રાખે છે, તો તેમને તેનાથી આર્થિક લાભ મળી શકે છે.
3, 12, 21 અથવા 30
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય તો તમારા માટે પીળા અને સરસવના રંગનું પર્સ શુભ રહેશે.
4, 13, 22 અથવા 31
અંકશાસ્ત્ર અનુસાર, કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે જન્મેલા લોકોએ બ્રાઉન કે ઘેરા બદામી રંગનું પર્સ રાખવું જોઈએ.
5, 14 અથવા 23
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો હોય તો તમે લીલા રંગનું પર્સ તમારી સાથે રાખી શકો છો. આ રંગ તમારા માટે શુભ છે.
6, 15 અથવા 24
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય તો તમારા માટે ગુલાબી અને આછા રંગનું પર્સ શુભ રહેશે.
7, 16 અથવા 25
અંકશાસ્ત્ર અનુસાર જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય તો તમે તમારી સાથે કાળા રંગનું પર્સ રાખી શકો છો. કાળા રંગના પર્સ ઉપરાંત મલ્ટિ કલર્ડ પર્સ પણ તમારા માટે શુભ રહેશે.
8, 17 અથવા 26
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે તેઓ કાળા અથવા વાદળી રંગનું પર્સ રાખી શકે છે. આ બંને રંગ તમારા માટે લકી રહેશે.
9, 18 અથવા 27
જેમની જન્મ તારીખ 9, 18 કે 27 છે તેમના માટે નારંગી રંગનું પર્સ શુભ છે. નારંગી ઉપરાંત ઘેરા વાદળી રંગનું પર્સ પણ તમારા માટે લકી સાબિત થશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








