30/3/2025, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
શાલીવાહન શક ૧૯૪૭નો પ્રારંભ વિશ્વાસુ નામ સંવત્સરનો પ્રારંભ દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ,

શાલીવાહન શક ૧૯૪૭નો પ્રારંભ
વિશ્વાસુ નામ સંવત્સરનો પ્રારંભ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ ક. ૨૪ મિ. (મું) ૭ ક. ૨૪ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) બપોરના ૪ ક. ૩૫ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૧૬ ક. ૩૫ મિ. સુધી પછી અશ્વિની
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન (વ.) બુધ-મીન, ગુરૂ-વૃષભ
શુક્ર-મીન શનિ-મીન રાહુ-મીન કેતુ-કન્યા
ચંદ્ર-મીન બપોરના ૪ ક. ૩૫ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૮ વ્રજ માસ ચૈત્ર
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ એકમ
- શાલીવાહન શક ૧૯૪૭નો પ્રારંભ. ચૈત્ર માસ પ્રારંભ હિન્દુ વર્ષનો પ્રારંભ
- વિશ્વાસુ નામ સંવત્સરનો પ્રારંભ
- ચૈત્રી-વાસંતી નવરાત્રી પ્રારંભ
- ઘટસ્થાપન-ધ્વજારોહણ
- ગુડી પડવો - સૌ મહારાષ્ટ્રીય ભાઈ-બહેનોને ગુડી પડવાની શુભેચ્છાઓ.
- ચેટીચાંદ-સર્વે સિંધી ભાઈ-બહેનોને ચેટીચાંદની શુભેચ્છાઓ.
- અભ્યંગ સ્નાન.
- હેડગેવાર જ્યંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૧૮મો રોજ રશને








