ભૂલથી પણ આવી જગ્યાએ ન રાખતા લાફિંગ બુદ્ધા, જીવનમાં આવશે અનેક મુશ્કેલીઓ
વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે વ્યક્તિના જીવન સા

વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે વ્યક્તિના જીવન સાથે સંબંધિત દરેક વસ્તુ વિશે જણાવે છે, જેનું પાલન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને સકારાત્મકતા ફેલાવનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તેને ઘરમાં યોગ્ય દિશા અને સ્થાન પર રાખવામાં આવે તો ઘરની ચારે તરફ સકારાત્મકતાનું વાતાવરણ રહે છે અને સુખ-સમૃદ્ધિ આવે છે, પરંતુ કેટલાક લોકો લાફિંગ બુદ્ધાને પોતાના ઘરમાં ખોટી જગ્યાએ સ્થાપિત કરે છે. જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં ન રાખવી જોઈએ.
આ જગ્યાએ લાફિંગ બુદ્ધા ન રાખો
- વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાની મૂર્તિને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. જમીન પર મૂર્તિ રાખવાથી અશુભ ફળ મળે છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિને હંમેશા ઉચ્ચ સ્થાન પર રાખવી જોઈએ.
- લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યારેય શૂ રેક પાસે ન રાખવી જોઈએ. આવી જગ્યાએ મૂર્તિ રાખવાથી ઘરમાં નકારાત્મકતા અને દરિદ્રતા આવે છે.
- તેમજ મૂર્તિને ઘરના બાથરૂમની આજુબાજુ કે રસોડામાં પણ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સમસ્યાઓ વધે છે અને પરિવારમાં એકતા રહેતી નથી.
- લાફિંગ બુદ્ધાની પ્રતિમાને ઈલેક્ટ્રિક ઉપકરણોની નજીક ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મકતા સર્જાય છે.
લાફિંગ બુદ્ધાની પ્રતિમા કેવી હોવી જોઈએ?
વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલ લાફિંગ બુદ્ધાનું નાક ઘરના માલિકના હાથની એક આંગળી બરાબર હોવું જોઈએ. જ્યારે લાફિંગ બુદ્ધાની પ્રતિમાની મહત્તમ ઊંચાઈ ઘરના માલિકના હાથ જેટલી હોવી જોઈએ. ઘરમાં રાખવામાં આવેલી લાફિંગ બુદ્ધાની આવી પ્રતિમા વ્યક્તિને ક્યારેય ગરીબ નથી થવા દેતી.
ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં રાખવી?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, લાફિંગ બુદ્ધાની પ્રતિમા મુખ્ય પ્રવેશદ્વારની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઉંચાઈ પર મૂકવી જોઈએ. તેને મૂકવા માટે યોગ્ય ઊંચાઈ 30 ઈંચથી વધુ અને 32.5 ઈંચથી ઓછી હોવી જોઈએ. આ સિવાય તમે લાફિંગ બુદ્ધાને પૂર્વ દિશામાં પણ મૂકી શકો છો. તે પરિવાર માટે સૌભાગ્યનું સ્થાન કહેવાય છે. પ્રયત્ન કરો કે લાફિંગ બુદ્ધાનો ચહેરો ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે હોય જેથી જ્યારે દરવાજો ખુલે ત્યારે ઘરમાં આવનાર સૌ પ્રથમ લાફિંગ બુદ્ધને જુએ. તેનાથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે. બાળકોના સ્ટડી ટેબલ પર લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખી શકાય છે. આનાથી તેમની એકાગ્રતા વધશે અને શિક્ષણમાં સારું પરિણામ મળશે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








